થરાદ બેઠકની પેટા ચૂંટણીમાં ત્રણ ફોર્મ પરત ખેંચાયા ઃ સાત ઉમેદવાર મેદાનમાં

થરાદ : થરાદ વિધાનસભાની પેટાચુંટણી માટે ભાજપના ઉમેદવારનાં બે અને બે ડમી મળીને કુલ તેર ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં પટેલ ઈશ્વરભાઈ હરસેંગાભાઈ (અપક્ષ), રબારી પુંજાભાઈ નવાભાઈ (એનસીપી), ભાપડીયા ખેમજીભાઇ એન (અપક્ષ), રાજપુત ગુલાબસિંહ પીરાભાઈ (કોંગ્રેસ), પટેલ જીવરાજભાઈ જગતાભાઈ (ભાજપ), પટેલ  રૂપસીભાઈ  પુરાભાઈ (ભાજપ  ડમી), ચરમટા ભરતભાઈ ખેમાભાઈ (અપક્ષ), પરમાર  સેંધાભાઈ વાઘાભાઈ (અપક્ષ) તથા આંબાભાઈ એચ.સોલંકી (ભા.રા.કો ડમી) નો સમાવેશ થતો હતો. જે પૈકી ગત સોમવારે ભાજપના ઉમેદવાર જીવરાજભાઇ પટેલનું ડબલ તથા ભાજપના રૂપસીભાઇ પટેલ અને કાંગ્રેસના ઉમેદવાર આંબાભાઇ સોલંકીનું ડમી ઉમેદવારીપત્ર ભરેલ હોઇ તે મંગળવારે ચકાસણી દરમ્યાન રદ થવા પામ્યાં હતાં. જ્યારે ગુરૂવારે ઉમેદવારીપત્રો પરત ખેંચવાના દિવસે ત્રણ અપક્ષ ઉમેદવારો ત્રિવેદી ગિરીશકુમાર રઘુરામ (અપક્ષ), વાઘેલા ભમરાભાઈ ઇશ્વરભાઇ (અપક્ષ) તથા પરમાર કાળાભાઈ ગોવાજી (અપક્ષ)એ પોતાનાં ઉમેદવારીપત્રો પરત ખેંચી લીધાં હતાં. આમ હવે ભાજપ, કાંગ્રેસ,એનસીપી અને અપક્ષ મળીને સાત ઉમેદવારો ચુંટણીજંગમાં રહ્યા છે.  વિધાનસભા બેઠક પેટાચુંટણીમાં અપક્ષ ઉમેદવાર વાઘેલા ભમરાજી ઈશ્વરજીએ કાગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતના સમર્થનમાં પોતાનું ફોર્મ પરત ખેંચ્યું હતું. આ પ્રસંગે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભમરાજી ઠાકોરે ગેનીબેન ઠાકોર પોતાની સમાજના હોવાથી તેઓની લાગણીને માન આપી ફોર્મ પરત ખેંચ્યું હોવાનું જણાવ્યું હતું. કોંગ્રેસે તેમને આવકાર્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.