૧૪ રાજ્યોમાંથી આઈએસના ૧૨૭ આતંકવાદી ઝડપાયા

દેશના જુદા જુદા ભાગોમાં ઘાતક હુમલા કરવાના ઇરાદા સાથે છેલ્લા કેટલાક સમયથી ત્રાસવાદીઓ તેમના નેટવર્કને મજબુત કરી રહ્યા હતા. જા કે નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી અથવા તો રાષ્ટ્રીય તપાસ સંસ્થા (એનઆઇએ) દ્વારા તેમના ખતરનાક ઇરાદાનો પર્દાફાશ કર્યો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં સક્રિય રહેલા અને ગુપ્તરીતે તેમની ગતિવિધી ચલાવી રહેલા આઇએસના ૧૨૭ ત્રાસવાદીઓની હવે એનઆઇ એ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની પાસેથી વાંધાજનક સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. ૧૨૫ની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. ઝડપાયેલા શખ્સો પાસેથી કેટલીક નવી ચોંકાવનારી વિગત મળે તેવી શક્યતા છે.  ઇન્વેસ્ટીગેશન એજન્સીએ આજે પત્રકાર પરિષદ યોજીને કેટલીક મોટી અને ચોંકાવનારી માહિતી  માહિતી આપી હતી. સાથે સાથે કહ્યુહતુ કે દેશમાં મોટા પાયે ત્રાસવાદી નેટવર્ક  ફેલાવવા માટેના કાવતરાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીના આઇજી આલોક મિત્તલે વિગતવાર માહિતી આપી હતી. મિત્તલે કહ્યુ હતુ કે દેશના ૧૪ જુદા જુદા રાજ્યોમાં આઇએસઆઇએસ સાથે સંબંધિત કુલ ૧૨૭ ત્રાસવાદીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસ સંસ્થાના વડાએ કહ્યુ હતુ કે ત્રાસવાદી સંગઠન જમાત ઉલ મુજાહીદીન (જેએમબી) બાંગ્લાદેશી બિન પ્રવાસીઓની આડમાં પોતાની ગતિવિધી ચલાવે છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.