02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / ગોઢ - આંબેથા ગામમાંથી રેતીની રોયલ્ટી ચોરી ઝડપાઈ

ગોઢ - આંબેથા ગામમાંથી રેતીની રોયલ્ટી ચોરી ઝડપાઈ   02/08/2018

બનાસકાંઠા જિલ્લા ભૂસ્તર શાસ્ત્રી દ્વારા રેતી અને ખનીજ માફિયાઓ સામે તવાઈ હાથ ધરવામાં આવી છે. જેમણે બે દિવસમાં પાલનપુર તાલુકાના ગોઢ અને આંબેથા ગામે ઓચિંતો છાપો મારી રેતીનું ખનન કરી રહેલા શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી રૂપિયા ૫.૮૮ લાખ ભરપાઇ કરવા નોટિસ ફટકારતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાસકાંઠા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીના ભૂસ્તર શાસ્ત્રી સુભાષ જોષી દ્વારા ટીમ સાથે પાલનપુર તાલુકાના આંબેથા ગામે ઓચિંતો છાપો મારી માટી ખનન કરી રહેલા શખ્સો પાસેથી હિટાચી મશીન કબ્જે લેવામાં આવ્યું હતુ. અને રૂપિયા ૩,૨૫,૩૭૦ દંડનીય રકમ ભરપાઇ કરવા માટે નોટિસ આપી હતી. 
જ્યારે ગોઢ ગામેથી જેસીબી મશીન અને ટ્રેકટર ઝડપી લઇ રૂપિયા ૨,૬૨,૭૮૬ની દંડનીય રકમ ભરપાઇ કરવા નોટિસ આપતાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.

Tags :