02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / થરાદ - સાંચોર હાઇવે પર ટ્રક અને કાર અથડાતા બેનાં મોત : ત્રણ ધાયલ

થરાદ - સાંચોર હાઇવે પર ટ્રક અને કાર અથડાતા બેનાં મોત : ત્રણ ધાયલ   18/08/2019

થરાદ :બનાસકાંઠામાં થરાદ સાંચોર હાઇવે પર ગત મોડી રાતે એટલે ૧૬ ઓગસ્ટનાં રોજ કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. થરાદ સાંચોર હાઇવે પર મોડી રાત્રે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરનાં મહેશભાઈ પ્રહલાદભાઈ તરેટિયા (ઠાકોર) રહે પાટડી વેલનાથ નગર જિલ્લો સુરેન્દ્રનગર રમેશભાઇ મેલાજી વાઘેલા (ઠાકોર) તથા  રવિભાઈ વાલાભાઈ ઠાકોર બંન્ને રહે. પાટડી લાટીવાસ તથા જગાભાઈ મણાભાઈ ધોળકિયા (ઠાકોર) રહે વિસાવડી તા.પાટડી તથા પ્રવીણભાઈ બીજલભાઈ ધોળકિયા રહે.સાવડા, તા.પાટડી જિ.સુરેન્દ્રનગર ૫ વ્યક્તિઓ પોતાની કાર લઇને  સાંચોરથી થરાદ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મોડી રાતે સામેથી આવી રહેલી ટ્રક સાથે તેમની કાર ધડાકાભેર અથડાઇ હતી. અકસ્માતમાં કારમાં બેઠેલા ૫ માંથી ૨ વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. 
જ્યારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બનાવની જાણ થતા જ થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Tags :