02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણમાં એસપી શોભા ભૂતડાને પોલીસ કર્મીઓનું અનોખું વિદાયમાન

પાટણમાં એસપી શોભા ભૂતડાને પોલીસ કર્મીઓનું અનોખું વિદાયમાન   04/09/2019

એક વર્ષ પહેલા પાટણ જિલ્લાના પોલીસ વડાના રૂપમાં મહિલા આઈપીએસ શોભા ભૂતડાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમના આગમનથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબૂમાં રહી હતી. જિલ્લાવાસીઓ ભયમુક્ત અને સુખેથી જીવન જીવી શક્યા હતા. ત્યારે તેમની વિદાયથી જિલ્લા જ નહીં પરંતુ પોલીસ વિભાગના કર્મચારીઓએ તેમને યાદગાર વિદાય આપવા તેમની કારને દોરડા બાંધીને રથની માફક ખેંચી હતી.ગુજરાત કેડરના બે IPS અધિકારીઓની કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ કરાઈ છે. તે પણ એક IPS દંપત્તી. બનાસકાંઠાના એસપી પ્રદીપ સેજુલે અને પાટણ એસપી શોભા ભૂતડા બંને કેન્દ્રિય ગુપ્તચર વિભાગમાં પ્રતિનિયુક્તિ પર જઈ રહ્યા છે.
એસપી શોભા ભૂતડાએ 2018માં 27 જુલાઈએ પાટણ જિલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે એક વર્ષ બાદ આજે 3 સપ્ટેમ્બરે પાટણ જિલ્લા પોલીસ પરીવાર દ્વારા તેમનો શુભેચ્છા સહ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં એસપીને વિદાય આપતી વખતે એસપીની ગાડીને રથને પોલીસ કર્મચારી ખલાસી બનીને કાર બેઠેલા એસપી શુભા ભૂતડાને ખલાસીની માફક ખેંચીને ભાવ ભરી વિદાય આપી હતી.

Tags :