ડીસામાં અજાણ્યા શખ્સે સ્મશાનમાં ગળે ટૂંપો ખાતા ચકચાર

ડીસા તાલુકાની નાનીઆખોલ ગામના સ્મશાન ગૃહમાં આજે વહેલી સવારે કોઇ અજાણ્યા વ્યક્તિએ અગમ્ય કારણોસર ગળેટૂંપો ખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે હાલ ડીસા પોલીસે લાશનો કબજો મેળવી પરિવારની શોધખોળ હાથ ધરી છે.
 
બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવમાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઇ ગયો છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની નાનીઆખોલ ગામના સ્મશાન ગુમાન કોઇ અજાણ્યા વ્યક્તિ એ ગળેટુંપો ખાઇ આત્મહત્યા કરી હતી જ્યારે ગામના સ્મશાન ગૃહ પાસેથી પસાર થતા રસ્તા પર ગામના વ્યક્તિઓ અહીંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ ગળેટુંપો ખાઇ સ્મશાનગૃહમાં પોતાનું જીવન ટૂંકાવ્યું છે તે બાબતની જાણ ગામના સ્થાનિકોને થતા સ્થાનિક લોકો દ્વારા આ વાતની જાણ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસ ને કરવામાં આવી હતી જેથી ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી જે આ જાણ્યા વ્યક્તિની લાશનો કબજો મેળવી કયા કારણોસર આત્મહત્યા કરી છે તેમ જ આત્મહત્યા કરનાર વ્યક્તિના પરિવારજનોની વધુ તપાસ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.