યુવતી સાથે વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરાયું બાદમાં તેને વડ પર લટકાવી દેવાઈ હતીઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો

ગુજરાત
ગુજરાત

          મોડાસાઃ સાયરા( અમરાપુર)ની ૧૯ વર્ષીય કોલેજિયન ગર્લના અપહરણ, ગેંગરેપ અને હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે. જેમાં ઘટસ્ફોટ થયો છે કે તેની સાથે વારંવાર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેના ગળામાં ઈજાના નિશાનથી એવું લાગે છે કે તેને જબરજસ્તી ફાંસીએ લટકાવી દઈને મારી હતી. એ પહેલા તેને જમીન પર ઢસડી હતી અને પછી વડ પર લટકાવી દીધી હતી.
પીએમ રિપોર્ટમાં કંપારી છોડાવે તેવા ઉલ્લેખ
         પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ કોલેજિયન ગર્લની સાથે ખૂબ જ ક્રૂરતાપૂર્વક સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. તેના મળાશયનો એક ભાગ બહાર નીકળી ગયો હતો. તેમજ તેના ડાબા સ્તન પર ઈજાના નિશાનો હતો અને સ્તનના ઉપરના ભાગે જોવા મળ્યા હતા. ઉપરાંત તેના ડાબા ખભા પર ઈજાઓના નિશાન હતા તથા ડાબા અંગૂઠા પર ઈજા થઈ હતી. ગળાના ભાગે નિશાન હોવાથી એવું સાબિત થાય છે કે તેને જબરજસ્તી ફાંસીએ લટકાવી દેવાઈ હતી. યુવતીને મારતા પહેલા તેને ઢસડવામાં આવી હતી.મોડાસાના સાયરા(અમરાપુર)ની ૩૧મીએ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી ૫ જાન્યુઆરીએ લાશ મળી હતી. આ કેસમાં ૧૧ જાન્યુઆરીએ ૩ આરોપીઓની એસસી-એસટી સેલના ડીવાયએસપીએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં રાજ્ય પોલીસ વડાએ તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી અને એસઆઈટી રચાઈ હતી. ૨૧ જાન્યુઆરીએ ત્રણેય આરોપીને જીં્‌એ કોર્ટમાં રજૂ કરીને ૫ દિવસની સામે ૩ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસમાં આરોપીઓ અને યુવતીના મોબાઈલ સંપર્ક ખુલ્યા હતા. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતી સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય અને તેને લટકાવી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.