02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / આજે પાટણ-ભીલડી રેલવે લાઈનનું આખરી નિરીક્ષણ

આજે પાટણ-ભીલડી રેલવે લાઈનનું આખરી નિરીક્ષણ   28/03/2019

પાટણથી ભીલડી ને જોડતી નવીન રેલ્વે લાઇન બનીને તૈયાર થઈ ગઈ છે અને આ નવીન રેલવે લાઈનનું વડાપ્રધાન દ્વારા માલગાડીને પ્રસ્થાન કરાવી ને ઉદઘાટન પણ કરી દેવામાં આવ્યું છે ત્યારે હવે થોડાક જ દિવસોમાં આ ટ્રેક ઉપર પેસેન્જર ટ્રેન દોડવાની શરૂ થઈ જશે ત્યારે રેલવે લાઇનના આખરી નિરીક્ષણ માટે ગુરૂવારના રોજ સવારે ચીફ રેલ્વે સેફટી કમિશનર આવનાર છે.
પાટણથી બનાસકાંઠાના ભીલડી ને જોડથી ૫૧ કિલોમીટર લાંબી રેલ્વે લાઇન બનીને તૈયાર થઈ ગઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ થોડા દિવસો પૂર્વે આ નવીન રેલવે ટ્રેક પર માલગાડીને પ્રસ્થાન કરાવી ને ઉદઘાટન કરવામાં આવ્યું હતું ત્યારબાદ રેલવેના જનરલ મેનેજરે નવી રેલવે લાઇન ની ચકાસણી કરી હતી જેમાં કેટલીક ટેકનીકલ ખામીઓ જોવા મળતા તેને દુર કર્યા બાદ મુસાફર ટ્રેનો દોડાવવા માટેની મંજૂરી મળી શકે છે તેમ જણાવ્યું હતું ત્યારે રેલવે તંત્ર દ્વારા નવીન રેલવે લાઈનમાં બાકી રહી ગયેલી કેટલીક ટેકનિકલ ખામીઓ દૂર કરવા ની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી જે હવે પૂર્ણ થઈ હોય દિલ્હી સ્થિત ષ્ઠરૈક ટ્ઠિૈઙ્મુટ્ઠઅ જટ્ઠકીંઅ કમિશનર ગુરૂવારના રોજ સવારે મહેસાણાથી પાટણ સુધી સ્પેશિયલ ટ્રેન મારફત સવારે ૮ઃ૦૦ વાગે પાટણ રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચશે તેમની સાથે તેમની ટેકનિકલ અધિકારીઓની ટીમ પણ સાથે રહેશે અને પાટણ થી ભીલડી વચ્ચે નાંખવામાં આવેલી  ૫૧ કિલોમીટર લાંબી  નવીન રેલવે લાઈનનું  ટેકનિકલી  નિરીક્ષણ કરશે  અને  જો તેમાં  કોઈ ખામી જોવા મળશે તો  તેને દૂર કરવા માટે રેલવેના  અધિકારીઓનું  ધ્યાન દોરવામાં આવશે  તેમજ  જો કોઈ ટેકનિકલ ખામી  જણાશે નહીં તો ચીફ રેલ્વે સેફટી કમિશનર પેસેન્જર ટ્રેન દોડાવવા માટે રેલવે તંત્રને મંજૂરી આપશે તેમ રેલવેના આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :