02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / મહેસાણા- મોઢેરા વચ્ચેનો ડબલ હાઈવે રોડ બિસ્માર બની જતાં અકસ્માતનો સેવાતો ભય

મહેસાણા- મોઢેરા વચ્ચેનો ડબલ હાઈવે રોડ બિસ્માર બની જતાં અકસ્માતનો સેવાતો ભય   08/12/2018

 
 
                     મહેસાણા- મોઢેરા આશરે રપ કિમીના ડબલ હાઈવે રોડ પર ગત ચોમાસાની ઋતુમાં ઠેરઠેર ખાડા પડી ગયા છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડની મરામતનું કામ હજુ સુધી કરવામાં આવ્યું નથી. જેથી મગરની પીઠ સમા આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે ખૂબ જ ટ્રાફિકવાળા આ રોડની મરામતનું કામ સત્વરે હાથ ધરવા લોકોની માંગણી ઉઠી છે. 
મહેસાણા- મોઢેરા રોડ ઉપર આશરે રપ જેટલા ગામો વાહન વ્યવહાર સાથે નિયમિત રીતે જાડાયેલા છે. બહુચરાજી તરફથી આવતા વાહન ચાલકો પણ વાયા મોઢેરા થઈ મહેસાણા તરફ આ રોડ પરથી જવાનું પસંદ કરે છે. ગત ચોમાસામાં વરસાદથી આ રોડ પર ઠેરઠેર ઢીંચણસમા ખાડા પડી ગયા છે. પરિણામે આ રૂટ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે પરેશાની વેઠી રહ્યા છે. અંધારાના સમયે આ રોડ પરથી પસાર થતા દ્વિચક્રી વાહનો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે. 
મોઢેરા ખાતે સૂર્યમંદિરની સ્થાપત્ય કલા નિહાળવા તેમજ મોઢ ઘાંચી સમાજના કુળદેવી મોઢેશ્વરી (માતંગી) માતાજીના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં લોકો પધારે છે. ત્યારે આ રોડની મરામત કરવા માર્ગ અને મકાન વિભાગ ખો આપી રહ્યું છે. મોઢેરાથી વાયા  ગણેશપુરા સુધીનો આશરે પ કિમીનો ડામર રોડ દર વર્ષે રિપેરીંગ કરવામાં આવે છે અને તુટી જાય છે. હલકી ગુણવત્તા 
આ રોડના ટૂંકા આયુષ્ય માટે જવાબદાર છે. ત્યારે મહેસાણા- મોઢેરા રોડને નવેસરથી પેવર રોડ બનાવવા યા તો તેના રિપેરીંગ કામકાજ માટે સત્વરે કામગીરી શરૂ થાય તે આ પંથકની જનતા ઈચ્છી રહી છે.

Tags :