02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / National / રાંધણ ગેસની કિંમતમાં ફરી ૭૭ રૂપિયાનો વધારો

રાંધણ ગેસની કિંમતમાં ફરી ૭૭ રૂપિયાનો વધારો   02/11/2019

નવી દિલ્હી : તીવ્ર મોંઘવારીના દોરમાં એકબાજુ પેટ્રોલ અને ડીઝલનની કિંમતમાં તેલ કંપનીઓ સતત ઘટાડો કરીને લોકોને રાહત આપી રહી છે. બીજી બાજુ તેલ કંપનીઓ રાંધણ ગેસની કિંમતોમાં સતત વધારો કરી રહી છે. જેથી ગરીબ અને સામાન્ય લોકોની હાલત કફોડી બનેલી છે. સતત ત્રીજા મહિનામાં રાંધણ ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. રાંધણ ગેસની કિંમતમાં સતત વધારો થવાના કારણે આગામી દિવસોમાં લોકો પર વધારે બોજ પડનાર છે. ઇÂન્ડયન ઓઇલ કોર્પોરેશનના કહેવા મુજબ ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં આજે વધારો અમલી બની ગયો હતો. પહેલી નવેમ્બરથી અથવા તો આજથી સબસિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમતમાં ૭૬.૫ રૂપિયાનો ઉલ્લેખનીય વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કરી દેવામાં આવ્યા બાદ સિલિન્ડરની કિંમત ૬૮૧.૫૦ રૂપિયા થઇ ગઇ છે. ઓક્ટોબર મહિનામાં સિલિન્ડરની કિંમત ૬૦૫ રૂપિયા હતી. પહેલી નવેમ્બરથી તમામ શહેરોમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો છે. બીજી બાજુ ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત્માં ૧૧૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમતો લાગુ કરવામાં આવ્યા બાદ આ સિલિન્ડરની કિંમત રૂપિયા ૧૨૦૪ રૂપિયા થઇ ગઇ છે. આ પહેલા ઓક્ટોબરમાં આ સિલિન્ડરની કિંમત ૧૦૮૫ રૂપિયા હતી. આ ઉપરાંત પાંચ કિલોગ્રામના નાના ગેસ સિલિન્ડરની કિંમત હવે ૨૬૪.૫૦ રૂપિયા થઇ ગઇ છે. ત્રણેય પ્રકારના ગેસ સિલિન્ડોની વધારી દેવામાં આવેલી કિંમતો પહેલી નવેમ્બરના દિવસથી અમલી કરી દેવામાં આવી છે.

Tags :