ડીસાના આસેડા પાસે સાયકલ અને છકડા વચ્ચે સર્જાયો ડીસાના માણેકપુરા ગામેંથી બાજરી વાઢીને સાઇકલ પર પરત ફરી રહેલ યુવકને છકડો રીક્ષા ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું.પરિણામે મૃતક પરિવારમાં આક્રંદ મચ્યો હતો. રવિવારે સાંજે ડીસા તાલુકના આસેડા પાસે છકડા અને સાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં આસેડાના પ્રવિણજી ધર્માંજી રાઠોડ માણેકપુરા ગામેથી બાજરી વાઢી સાઇકલ પર પરત ફરી રહયા હતા દરમ્યાન તેમના સાઈકલને છકડો રીક્ષા ચાલકે ટકકર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું ઘટના સ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા જ્યારે છકડા ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો જ્યારે ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકની લાશને ડીસા સિવિલ ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવી હતી.યુવકના મોતને લઈ પરિવારમાં આક્રંદ છવાયો હતો...