થરાદમાં દબાણો હટાવી પાલિકા દ્વારા સુવ્યવસ્થિત શાકમાર્કેટના નિર્માણનું આયોજન

 

 

થરાદ શાકમાર્કેટ માટે ફાળવેલી જગ્યામાં આડેધડ દબાણો કરીને ભાડાં ખાતા વેપારીઓ બંધ થાય અને બજારમાં આડેધડ ઉભા રહીને  ટ્રાફિકને અડચણરૂપ થતા લારીવાળાઓ પણ એક જગ્યાએ ગોઠવાય તો એક સુવ્યવસ્થિત શાકમાર્કેટનું નિર્માણ થાય તેવા ઉદ્દેશ્ય સાથે પાલિકાના નવનિયુક્ત ચીફઓફીસર ઓફીસર દ્રારા આઠ વર્ષ બાદ ફરીથી પ્લોટ ફાળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કેટલાક વેપારીઓએ તેને આવકારી હતી અને કેટલાકે અન્યાય થયાનું જણાવતાં કહી ખુશી કહી ગમનો માહોલ ફેલાવા પામ્યો હતો.
થરાદ નગરમાં આડેધડ પાર્ક કરાતાં વાહનો,રોડ વચ્ચે અડીંગો જમાવીને ઉભાં રહેતી લારી અને પોતાની દુકાનની બહાર માલસામાન ગોઠવતા વેપારીઓને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનવા પામી હતી.જેને હલ કરવા માટે અન્ય ચિફઓફીસરોએ પ્રયાસ જ્યારે પાલિકામાં તાજેતરમાં જ નિયુક્ત કરાયેલાં મહિલા ચીફઓફીસર રોશની પટેલે નક્કર પ્લાનિંગ હાથ ધર્યું છે.જેમાં વેપારીઓને અને વાહનચાલકો સામે લાલ આંખ કર્યા બાદ છુટક શાકભાજીની લારીઓને ઠેકાણે પાડવા માટે આઠ વર્ષ પહેલાં તત્કાલિન મદદનીશ કલેક્ટર રવિશંકર દ્રારા ફાળવવામાં આવેલા વિજય બિઝનેશ આગળના શાકમાર્કેટ પર નજર દોડવી હતી.
   જેમાં અનેક વેપારીઓ એક કરતાં વધારે કેબીન મુકીને આડેધડ દબાણો કરવા ઉપરાંત તે અન્યોને ભાડે આપી કમાણી કરતા હોવાનું ધ્યાને આવતાં તેઓને પ્રથમ દુર કરાવ્યાં હતાં.ત્યાર બાદ તમામ જુનાં કેબીનો પણ દુર કરાવી જે.સી.બી.થી જગ્યા સાફ કરાવીને નવેસરથી દરેકને માટે આઠ બાય આઠ ચોરસફુટની જગ્યા માપીને આપી હતી.જેમાં શાકમાર્કેટ એક જ જગ્યાએ એવી જ રીતે અન્ય લારીઓ પણ એકજ લાઇનમાં રહે તે પ્રકારે આઠ ફુટના ચારે બાજુના રસ્તા સાથેની ફાળવણી મંગળવારે કરી આપી હતી.આથી લગભગ ૧૦૦ જેટલા શાકભાજીની લારીઓની વ્યવસ્થા થવા પામી હતી.
    ત્યાર બાદ અન્યોને પણ ફાળવણી કરવામાં આવી હતી.જોકે આ વખતે મર્યાદિત જ જગ્યા મળતાં અને જગ્યાનું સ્થળ બદલાતાં અનેક વેપારીઓમાં તેમને અન્યાય કરાયો હોવાની તથા રસ્તો નહી રખાતાં પડનારી સમસ્યાઓ આગળ કરીને રોષની લાગણી વ્યક્ત કરતા પણ જોવા મળ્યા હતા.કેટલાક વેપારીઓએ ચીફઓફીસરના પગલાંને આવકાર્યું હતું.પરંતુ તેમનામાં બહાર રોડ પર ફરતા લારીઓ વાળાનો સમાવેશ કરાયો એ મનોમન ખટકતું હોવાના ઇર્ષાના ભાવ પણ જોવા મળ્યા હતા.આ અંગે પાલિકાના પ્રમુખ લવજીભાઇ વાણિયાએ કોઇને પણ અન્યાય ન થાય અને દરેકનો સમાવેશ થાય અને બધા સુવ્યવસ્થિત ગોઠવાયેલા હોય તો દરેકને ધંધો રોજગારી મળી શકે અને મોટામાં મોટો ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું

 

 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.