અમદાવાદ 12 લોકોના ટોળાએ એક પરિવાર પર હુમલો કરી લૂંટ મચાવી, બે લોકોને માથે પાઈપ વાગતા ઈજા થઈ હતી

હાટકેશ્વરના ભાઈપુરમાં આવેલી પંજાબી તાળાવાળાની ચાલીમાં 12 લોકોના ટોળાએ એક પરિવારમાં પર હથિયાર વડે હુમલો કરી લૂંટ મચાવી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. પરિવારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
તલવાર-લાકડીથી હુમલો: મળતી માહિતી પ્રમાણે 12થી વધુ લોકોના ટોળાએ એક ઘરમાં ઘૂસીને નાસ્તાની લારી તેમજ ડીજેની ઓફિસમાં તલવાર, લાકડી, પાઈપથી હુમલો કરીને રોકડ રકમની લૂંટ કરીને પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. જેથી બે લોકોને માથે પાઈપ વાગતા ઈજા થઈ હતી. ઘટનાને અંજામ આપી આરોપીઓ ફરાર થયા હતા. આ ઘટનામાં બે ઈજાગ્રસ્ત લોકોને સારવારઅર્થે એલ.જી હોસ્પિટલ ખસેડ્યા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.