ભાભરમાં પીએસઆઇ વિરુદ્ધ ગંભીર આક્ષેપો, ધારાસભ્ય ગેનીબેન લાલઘૂમ

બનાસકાંઠા
બનાસકાંઠા

       ભાભર સેન્ટર સટ્ટાખોરી બાબતે કુખ્યાત હોઇ કાયદો વ્યવસ્થાની સ્થિતિ અત્યંત મહત્વની રહે છે. આ દરમ્યાન ચોરી અને દાદાગીરી પણ વધી ગઈ હોઇ તેમાં પોલીસની ભૂમિકા સવાલોમાં આવી છે. ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આવેદનપત્ર સ્વિકારી પીએસઆઇ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. આ સાથે PSIની  બદલી કરવાની પણ માંગ કરી વિડીયો જાહેર કરતાં ખળભળાટ મચી ગયો છે.
 
      બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ઉત્તરાયણ પર્વ દરમ્યાન વેપારીઓને અસામાજીક તત્વો દ્વારા હેરાન કર્યાની રજૂઆત થઈ છે. જેમાં ભાભર પોલીસ મથકના કર્મચારીની ભૂમિકા શંકાસ્પદ હોવાની વાત ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કરી છે. જેમાં પીએસઆઇ વિરુદ્ધ સંગીન અને ગંભીર આક્ષેપો કરી અત્યંત નારાજગી વ્યક્ત કરતો વિડીયો સામે આવ્યો છે. પીએસઆઇને કારણે પંથકમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો આરોપ મૂક્યો હોઇ મામલો ગરમાયો છે. વેપારીઓ સાથે ગેનીબેને પીએસઆઇની નિષ્ફળતા બતાવી તબક્કાવાર શબ્દો આપ્યા છે.
 
     સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાભરમાં ઉત્તરાયણ અગાઉ કેટલાક ઈસમો દાદાગીરી પતંગ અને દોરી સ્થાનિક વેપારીઓ પાસેથી પડાવી ગયા હતા. આ અંગેની રજૂઆત વેપારીઓએ ગેનીબેન ઠાકોરને કર્યા બાદ લાલઘૂમ બન્યા હતા. આથી વિડીયો પ્રસિદ્ધ કરી ગેનીબેન ઠાકોરે ભાભરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોવાનો ખુલ્લો આક્ષેપ કરી દીધો છે. જેને ગંભીરતાથી લેવા છેક ગૃહ વિભાગને પણ ધારદાર શબ્દોમાં જણાવી દેતાં ચકચાર મચી ગઇ છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.