બારડોલી હાઇવે પર ટ્રક ચાલકે બે બાઇકને અડફેટે લીધી હતી, ટ્રક નીચે ફસાઈને 20 મીટર ઘસડાયેલા યુવકનું મૃતદેહ એક કલાકની ઝહેમત બાદ બહાર કાઢવામાં આવ્યું

કડોદરા નગરથી બારડોલી જતા હાઇવે પર વહેલી સવારે એક સીમેન્ટ ભરેલી ટ્રકનો ચાલક પૂરપાટે હંકારી આગળ ચાલતી બુલેટ અને સ્પ્લેન્ડર મોટરસાયકલને ટક્કર મારતા ત્રીપલ અકસ્માત થયો હતો. બુલેટ પર સવાર યુવાનના શરીર પરથી ટ્રકનું ટાયર ફરી જતાં ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત થયુ હતું. યુવાનનો મૃતદેહ ટ્રકમાં ફસાઇ ગયો હતો, જ્યારે અન્ય બે મોટરસાયકલ સવારને ઇજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
 
પ્ત માહિતી અનુસાર સુરતના ગોડાદરા ખાતે દેવધમાં મા આનંદ બંગ્લોઝમાં રહેતા રાજેશભાઇ રણછોડભાઈ ધનઘણ ઉ.વ 34 ધંધાર્થે બેંકોમાં ફોરેન્સિક કરન્સી કલેક્શનનું કામ કરે છે. બુધવારના રોજ બારડાલી ખાતે આવેલ આઇસીઆઇ બેંકમાં કામ હોવાથી પોતાની બુલેટ મોટરસાયકલ નંબર GJ 05 NC 2678 લઇને સવારે ઘરેથી નીકળ્યો હતો.
 
સવારે દસ વાગ્યાના અરસામાં પલસાણાના કડોદરા નગર ખાતે બારડોલી તરફ જતા રોડ પર રઘુવંશી સો મિલની સામે હાઇવે પરથી પસાર થતો હતો, આ સમયે જલારામ કાટિંગ ની ટ્રક નંબર GJ 09 Y 7095 જે ચલથાણ રેલવે રેક માંથી સિમેન્ટનું કાચું મટેરિયલ લઈ દસ્તાન ખાતે સિમેન્ટની ફેકટરીમાં જતી વખતે પૂર ઝડપે અને ગફલત રીતે હંકારી બુલેટ અને એક હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાઇકલ નંબર GJ 05 BE 1368ની પાછળ ટક્કર મારતા ટ્રિપલ અકસ્માત થયો હતો.
 
જેમાં રાજેશભાઇ રણછોડભાઈ ધનઘણના શરીર પરથી ટ્રકનું ટાયર ફરી જતાં સ્થળ પર જ મોત નીપજ્યુ હતું. જ્યારે સ્પ્લેન્ડર મોટરસાયકલ સવાર બે યુવાનોને પણ ઇજા થતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતાં. અકસ્માત બાદ ઘટના અંગે કડોદરા પોલીસને જાણ કરતાં જમાદાર અશ્વિનભાઈ સ્થળ પર આવી મૃતકનું પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કડોદરા પોલીસે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોધ્યો હતો.
 
 
અકસ્માત એટલો ગમખ્વાર હતો કે બુલેટ ચાલક રાજેશભાઈ ધનઘણને મોટરસાઈકલ 20 મીટરના અંતર સુધી ઘસડાયું હતું. રાજેશભાઈનો મૃતદેહ રોડના ડિવાઈડર અને ટ્રકના ટાયર નીચે ફસાઈ ગયો હતો. એક કલાકની મહેનત બાદ યુવાનના મૃતદેહને ટ્રક નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો.
 
કડોદરા હાઈવેની બાજુમાં આવેલ રઘુવંશી સો મિલના માલિક અને કચ્છ કડવા પાટીદાર સમાજના યુવાન ચેતનભાઈ પટેલ અકસ્માત સ્થળે પહોંચ્યા હતાં ત્યારે લોકોનું ટોળુ હતું આ સમયે મૃતક રાજેશભાઈનું એક પાટીક તેમને મળ્યું હતું. જેમાં 80 હજાર રોકડા અગત્યના કાગળો, એટીએમ તેમજ મોબાઈલ જે સાચવી રાખ્યો હતો. ઘટના સ્થળે મૃતકના પરિવારજનો આવતાં તેમને સુપ્રત કરી માનવતા ભર્યુ કામ કર્યુ હતું.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.