02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / મગફળીના હબ તરીકે જાણીતા ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ

મગફળીના હબ તરીકે જાણીતા ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની આવક શરૂ   11/06/2019

વડાવળ : ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ઉનાળુ સીઝનમાં બાજરીના પાકની સાથે મગફળીના પાક નુ પણ બહોળા પ્રમાણમાં વાવેતર થયું હતું જે મગફળીનો પરિપક્વ થઇ જતાં ખેડૂતો દ્વારા લેવાની શરૂઆત કરતાં  માર્કેટયાર્ડોમાં ઉનાળુ સિઝન ની નવી મગફળીની આવક શરૂ થઇ છે જેમાં સમગ્ર ગુજરાતમાં મગફળીના હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત ડીસા માર્કેટયાર્ડમાં ઉનાળુ મગફળીની નોંધપાત્ર આવક શરૂ થવા પામી છે. ત્યારે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પ્રતિ મણ (૨૦ કિલો) મગફળીનો ભાવ રૂપિયા ૧૦૫૦ થી ૧૧૦૦નોધાવો પામ્યો છે. ઉત્તર ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થા શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડીસાના ચેરમેન માવજીભાઇ દેસાઇ તેમજ સંચાલક મંડળના સુચારૂ વહીવટ અને માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતભાઇ જોષીના સફળ સંચાલનના કારણે માર્કેટયાર્ડમાં ખેડૂતો અને વેપારીઓનો વિશ્વાસ કેળવાયો છે. જેથી ડીસા માર્કેટયાર્ડની આવકમાં પણ દિનપ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. ઉનાળુ સિઝન દરમિયાન બાજરીની સાથે-સાથે ઉનાળુ મગફળીની આવક શરૂ થવા પામી છે. હાલમાં  ડીસા માર્કેટયાર્ડમાં પ્રતિ મણ (૨૦ કિલો( મગફળીનો ભાવ ૧૦૫૦ થી ૧૧૦૦ રૂપિયા નોધાયો છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે મગફળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે. 

Tags :