02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / પાટણ જિલ્લામાં નાસતા-ફરતા ૧૪૫ આરોપીઓ ને પકડી લીધા

પાટણ જિલ્લામાં નાસતા-ફરતા ૧૪૫ આરોપીઓ ને પકડી લીધા   09/01/2019

 
 
 
 
                 પાટણ જિલ્લામાં ચોરી લૂંટ ધાડ મારામારી દારૂ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ૬૫૦ આરોપીઓ નાસતા ફરતા હતા એક માસમાં પોલીસે ૧૪૫ આરોપીઓ ને પકડી લીધા છે છતાં હજુ ૫૦૦ જેટલા આરોપીઓ પોલીસ પકડથી દૂર છે જેમાં ૨૦૦ આરોપીઓ પરપ્રાંતના છે જેમાં ૧૫૦ રાજસ્થાન ૨૧ હરિયાણા ૧૪ મધ્ય પ્રદેશ નવ ઉત્તર પ્રદેશ ના પાંચ દિલ્લી ચાર પંજાબ સાતવેસ્ટ બંગાળ બે બિહાર ના આરોપીઓ છે આરોપીઓને પકડવા માટે પોલીસે દોડધામ શરૂ કરી છે. 
પાંચ માણસો ની પાંચ ટીમો બનાવી મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કલકત્તા અને વેસ્ટ બંગાળ મોકલવામાં આવી છે આ ટીમોને પરપ્રાંતમાંથી બનાસકાંઠા અને કચ્છ ના નાસતા ફરતા આરોપીઓને પકડી લાવવા માટેની જવાબદારીઓ આપવામાં આવી છે. જેમાં ભચાઉ પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો કાલુરામા મેડા ને પાટણ પોલીસની ટીમે મધ્યપ્રદેશના જામ્બુવા જિલ્લાના મોકમપુરા ગામેથી પકડી લીધો છે.  જ્યારે પાટણની બીજી ટીમે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના સિગાના ગામેથી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનામાં નાસતા ફરતા રાકેશ ઘિશાલાલ બરપા ને પકડી લીધો છે તેવુ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

Tags :