ચાલુ વર્ષે વાવ તાલુકામાં માત્ર એક ઈંચ અને સુઈગામ તાલુકામાં બે ઈંચ વરસાદ

 ચાલુ વર્ષે વાવ તાલુકામાં માત્ર એક ઈંચ અને સુઈગામ તાલુકામાં બે ઈંચ વરસાદ
 
 
 
           ચાલુ સાલે ર૦ જુન -ર૦૧૮ થી ચોમાસુ શરૂ થયા બાદ ર૦ સપ્ટેમ્બર એટલે કે ચોમાસુ પૂર્ણ થવા છતાં વાવ અને સુઈગામ પંથકમાં વરસાદનું આગમન થયું નથી. વાવ પંથકમાં મોસમનો કુલ વરસાદ ૧ ઈંચ અને સુઈગામ  પંથકમાં ર ઈંચ વરસાદ થતાં ખેડુતોએ વાવેતર તો કર્યુ પરંતુ ત્યારબાદ વરસાદનું આગમન ન થતાં વાવેતર સુકાઈ જતા વાવ- સુઈગામ પંથકનો ખેડુત ભારે વિમાસણમાં મુકાઈ ગયો છે. જા કે વરસાદના અભાવે વાવ અને સુઈગામ પંથકમાં ઘાસ અને પાણીની તીવ્ર અછત વર્તાઈ રહી છે. આ બાબતે અસારાવાસના ખેડુત રામસેંગજી ચાંદાજી રાજપુતે (વકીલ) મીડીયા સમક્ષ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદ ન થતાં ખેડુત ભારે વિમાસણમાં મુકાઈ ગયો છે. ર૦૧૭ નો ખેડુતોનો પાક વિમો રાજ્ય સરકારે મંજુર કરવા છતાં હજુ સુધી ચુકવેલ નથી. તેનું યુદ્ધના ધોરણે ચુકવણું થવુ જાઈએ. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.