સમગ્ર દેશમાં ગુજરાતની અદાલતોમાં સૌથી વધુ પડતર કેસ

ગુજરાતના મુખ્ય ન્યાયમૂર્તિ આર. સુભાષ રેડ્ડીએ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં 22.42 લાખ કેસ અદાલતમાં પડતર છે. 2016મા જે સ્થિતિ હતી તે આજે સુધરી નથી પણ વધુ ખરાબ થઈ રહી છે. ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં વસતીના પ્રમાણમાં સમગ્ર દેશમાં સૌથી વધુ કેસ પડતર છે. એક હજારની વસતીએ 34 કેસ અદાલતમાં છે. જે 3.4 ટકા થવા જાય છે. જે કાયદો અને ન્યાય વિભાગના પ્રધાન પ્રદીપ જાડેજાની સદંતર નિષ્ફળતા બતાવે છે. છેલ્લાં 23 વર્ષથી ભાજપ સત્તા પર છે. તેથી આ કેસનો ભરાવો થયો તે માટે ભાજપ જવાબદાર છે. તેઓ સામાજિક પ્રશ્ન ઉકેલી શકતા નથી, પણ અદાલતોમાં વધારે ન્યાયાધીશ મૂકીને કેસ ઓછા કરી શકે છે. 7 વર્ષ પહેલાં ભાજપ સરકારે જાહેર કર્યું હતું કે ગુજરાતની અદાલતમાં દાખલ થતાં કોઈ પણ કેસનો ચૂકાદો એક વર્ષમાં આવી જશે પણ જે રીતે કેસનો ભરાવો થયો છે તે જોતા તેનો નિકાલ કરવામાં 14 વર્ષ જેવો સમય નીકળી જાય તેમ છે.

ગુજરાતની કોર્ટોમાં કેસ આવે જ નહીં તે માટે દરેક પોલીસ મથકે ખાનગી સૂચના આપી દેવામાં આવે છે કે ફરિયાદ ન લો. પહેલા ટાળો. દબાણ વધે તો જ ફરિયાદ લેવી. કોર્ટ કહે તો જ ફરિયાદ લેવી. આવું વલણ ગુજરાતની હાલની ભાજપ સરકારનું છે. પોલીસ મથકે પહેલાં તો ફરિયાદ જ લેવામાં આવતી નથી. માત્ર અરજી આપવાનું કહેવામાં આવે છે.

રાજ્ય પડતર કેસ 1000 માણસ દીઠ પડતર કેસ
ગુજરાત 22,44,401 34
ચંદીગઢ 32,901 31
આંદામાન - નિકોબાર 10,251 27
મહારાષ્ટ્ર 2,971,629 26
ઉત્તરપ્રદેશ 4,751,545 24
હિમાચલ પ્રદેશ 162,497 24
હરીયાણા 520,063 21
ઓરિસ્સા 827,809 20
કેરળ 662,843 20
કર્ણાટક 1,186,388 19
રાજસ્થાન 1,262,979 18
પંજાબ 504,702 18
ઉત્તરાખંડ 162,404 16
પશ્ચિમબંગાળ 1,375,685 15
બિહાર 1,348,204 13
તમિલનાડુ 877,930 12
આંધ્ર-તેલંગણા 761,322 09
ઝારખંડ 281,898 09
આસામ 181,441 06
છત્તીસગઢ 171,127 07
કાશ્મીર 48,470 04
ત્રિપુરા 26,219 07
મણિપુર 7,922 3
મેઘાલય 4,831 2
મિઝોરમ 1,777 2
સિક્કીમ 1,346 2
કુલ પડતર કેસ 20,188,584 18
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.