02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / સાબરકાંઠામાં નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ

સાબરકાંઠામાં નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ   12/03/2019

 
 
 
 
 
                     સાબરકાંઠા જિલ્લા કલેક્ટર-વ-જિલ્લાધ ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કેની અધ્ય્ક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે ચૂંટણી કાર્યક્રમ અંગેની જાણકારી માટે જિલ્લા કલેક્ટર કચેરી-હિંમતનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી.
જિલ્લામાં આદર્શ આચાર સંહિતના અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ હોવાનું જણાવતા જિલ્લા કલેકટર શ્રી પ્રવિણા ડીકેએ જણાવ્યું હતું કે, ચૂંટણી જાહેર થતા તા.૧૦ માર્ચ ૨૦૧૯ જિલ્લાજમાં આદર્શ આચારસંહિતા અમલી બનેલ છે. 
આદર્શ આચારસંહિતાના અમલમાં નિષ્પાક્ષ રીતે ચૂંટણી કાર્યવાહી થાય તે માટે ચૂંટણી સંબંધી કોઇપણ ફરિયાદ ટોલ ફ્રી નં. ૧૯૫૦ મતદાર સંબંધી હેલ્પ લાઇન સતત કાર્યરત રહેશે આ ઉપરાંત  "ઝ્રફૈંય્ૈંન્" મોબાઇલ એપથી પણ કોઇપણ નાગરીક ફરીયાદ કરી શકાશે અને તેનો ૧૦૦ મિનિટમાં જ કાર્યવાહિ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું  હતુ.સાબરકાંઠા જિલ્લાના ચાર વિધાનસભા મતવિસ્તારોનો સમાવિષ્ટ થાય છે જેમાં હિંમતનગરમાં વિધાનસભા વિસ્તારમાં ૩૩૯, ઇડરમાં ૩૫૩, ખેડબ્રહ્મામાં ૩૨૬ અને પ્રાંતિજમાં ૩૦૫ મળી કુલ ૧૩૨૩ મતદાન મથકો કાર્યરત થશે. જેમાં જિલ્લાના ૫,૨૧, ૩૩૪ પુરૂષ, ૪,૯૨,૫૩૦ સ્ત્રી તેમજ ૨૯ અન્ય એમ મળી જિલ્લાના કુલ ૧૦,૧૩,૮૯૩ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ તા.૨૩ એપ્રિલ-૨૦૧૯ ને રોજ કરી શકશે.
ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભા સામાન્યમ ચૂંટણી-૨૦૧૯ જાહેર થતાં ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયાની વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી અંગેનું જાહેરનામુ તા.૧૦ માર્ચ-૨૦૧૯ (સોમવાર), ઉમેદવારી પત્રકો ભરવાની છેલ્લી જ તા.૦૪ એપ્રિલ-૨૦૧૯ (ગુરૂવાર), ઉમેદવારી પત્રકોની ચકાસણીની તા.૦૫ એપ્રિલ-૨૦૧૯ (શુક્રવાર), ઉમેદવારીપત્રક પરત ખેંચવાની છેલ્લી  તા.૦૭ એપ્રિલ -૨૦૧૯ (રવિવાર) રહેશે. તા.૨૩ એપ્રિલ-૨૦૧૯ને (મંગળવાર)ના રોજ મતદાન અને તા.૨૩ મે-૨૦૧૯ (ગુરૂવાર) ના રોજ  મતગણતરી થશે. ચૂંટણીપ્રક્રિયા તા.૨૭ મે-૨૦૧૯ (શનિવાર)ના રોજ પૂર્ણ થશે. 
જિલ્લા ચૂંટણી અધિકારીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, ચૂંટણી ખર્ચ પર નિયંત્રણ રાખવા ફરિયાદ નિવારણ કમિટી તથા ચૂંટણી ખર્ચ પર દેખરેખ નિયંત્રણ રાખવા જિલ્લા ખર્ચ નિયંત્રણ કમિટીની રચના કરવામાં આવી છે.
આ ઉપરાંત ૨૧ વિડીયો સર્વેલન્સચ, ૨૧, વિડીયો વ્યૂ ઇંગ, ૨૧, ફ્‌લાઇંગ સ્ક૯વોડ, ૨૧, સ્ટેટિક સર્વેલન્સ અને એક એકાઉન્ટીંરગની ટીમ કામગીરી કરશે. 
જિલ્લામાં કુલ ૧૨,૧૦૯ કર્મચારીઓ મતદાન મથક પર ફરજ બજાવશે. સાબરકાંઠા જિલ્લાના ચાર વિધાનસભા મતદાર વિસ્તારમાં સમાવિષ્ટ મતદાન મથકના ૨૦ બૂથ પર સંપૂર્ણ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. આ ઉપરાંત હિંમતનગરની બહેરા-મૂંગા વિધાલય, ઇડરની સંસ્કાર વિધાલય, 
ખેડબ્રહ્માની કે.ટી. હાઇસ્કૂલ અને પ્રાંતિજની મહિયલ પ્રાથમિક શાળામાં દિવ્યાંગ મતદાન મથક ઉભા કરાશે. જ્યાં દિવ્યાંગ મતદારો માટે રેમ્પ, વ્હિલચેર તેમજ વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.  
ઉમેદવારો, રાજકીય પક્ષો અને સંબંધિતોને જરૂરી વહીવટી કામગીરી સરળતાથી થઇ શકે તે માટે સિંગલ વિન્ડોર સીસ્ટરમ શરૂ કરવામાં આવી છે. 
જિલ્લા  ચૂંટણી અધિકારી પ્રવિણા ડી.કે ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી, શાંતિપૂર્ણ અને સંપૂર્ણ પારદર્શી બની રહે અને સાબરકાંઠા જિલ્લાકમાં મોડલ પ્રકારની ચૂંટણી પૂર્ણ થાય તે માટે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી સ્તુતિ ચારણ, અધિક કલેકટર  વી.એલ. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પરમાર, ચૂંટણી અને માહિતી ખાતાના સંબંધિત અધિકારી-કર્મચારીઓ તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Tags :