તહેવારો પૂર્વે ‌સિંંગતેલમાં તેજીઃ બે દિવસમાં જ ડબે સીધા રૂ.70 વધ્યા

અમદાવાદ: મગફળીની બજારમાં ઊભી થયેલી તીવ્ર અછત અને નજીક આવી રહેલા તહેવારો પૂર્વે ‌િસંગતેલમાં છેલ્લા એક અઠવા‌િડયાથી તેજીનો માહોલ સર્જાયો છે. ‌સિંગતેલના ભાવ ડબાએ છેલ્લા બે દિવસમાં રૂ.૭૦ સુધીનો વધારો થયો છે. તેની સાથે કપાસિયા તેલમાં પણ કાચામાલની અછતના પગલે વોશ મોંઘું થતાં કપાસિયા તેલમાં રોજેરોજ રૂ.૧૦ વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં રૂ.૪૦નો વધારો કપાસિયા તેલમાં નોંધાયો છે.

ઓપન બજારમાં માલની ખરીદી કરવાનું ચાલુ રાખીને નાફેડે ૯ લાખ ટન મગફળીની ખરીદી કરી છે. મગફળીના સ્ટોકમાં તાજેતરમાં માટીની મિલાવટનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે. નાફેડે ૯ લાખ ટન પૈકી દોઢ લાખ ટન મગફળી વેચી છે. બાકીનો માલ નાફેડ પાસે હોલ્ડ ઉપર છે.

કેન્દ્ર સરકારે ‌મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં મગફળીના ભાવ એક હજારની આસપાસ કરી દીધા છે. તેથી જે ખેડૂતો પાસે મગફળીનો સ્ટોક છે તેમણે ૧૦૦૦નો ભાવ મળવાની આશાએ જથ્થો હોલ્ડ કરી દીધો છે. હાલમાં મગફળીના માલ ઉપર પકડ વધી જતાં બજારમાં માલ મળતો ઓછો થઇ ગયો છે. માર્કેટયાર્ડમાં મગફળીની આવક તદ્દન ઓછી છે, જે માલ વેચાય છે તે ‌િમલોને અગાઉની કિંમત કરતાં મોંઘા ભાવે મળે છે.

કપાસિયા તેલ માટે જિ‌નિંગ મોટા ભાગે બંધ છે. કપાસિયાના કાચામાલની અછતના પગલે કપા‌િસયાના ભાવ પણ વધ્યા છે. માત્ર છેલ્લા બે દિવસમાં જ સિંગતેલનો લેબલનો ભાવ રૂ.૧પર૦થી ૧પ૪૦ થયો છે જ્યારે નવા ટીનનો ભાવ ૧પ૭૦થી ૧પ૯૦ પર પહોંચ્યો છે જ્યારે લિટર મુજબ ૧પ લિટર ટીનનો ભાવ ૧૪૯૦ થયો છે.

કપાસિયા તેલમાં પણ ૧પ કિલોનો ભાવ ૧૩૬૦થી ૧૩૮૦ જ્યારે ૧પ લિટરનો ભાવ રૂ.૧ર૬૦થી ૧ર૮૦ થયો છે. સિંગતેલની પાછળ અન્ય તેલના ભાવ પણ ઊંચકાયા છે. કપાસિયા સનફલાવર, કોન ઓઇલમાં રૂ.ર૦ થી ૩૦ જ્યારે વનસ્પતિ ઘીમાં અને દિવેલમાં રૂ.૩૦થી પ૦નો વધારો નોંધાયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.