ડીસાના ભોયણ ગામમાં છાસ લેવા ગયેલી સગીરનું અપહરણ : ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત

બનાસકાંઠા જિલ્લાના ડીસાના ભોયણ ગામમાં એક ૧૧ વર્ષની માસૂમને લલચાવીને તેનું અપહરણ કર્યા બાદ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. 
 ડીસા તાલુકામાં આવેલા ભોયણ ગામમાં ખેતરમાં ખેત મજૂરી કરતાં એક આદિવાસી પરિવારની ૧૧ વર્ષની દીકરીનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ભોયણ ગામનો આ આદિવાસી પરિવાર ખેતરમાં મજૂરી કરી રહ્યો હતો તે દરમ્યાન તેમની ૧૧ વર્ષીય દીકરી તેમના બાજુમાં આવેલા જયંતીજી ઠાકોરના ખેતર પર છાસ અંગે પૂછપરછ કરવા ગઈ હતી.ત્યારે રસ્તામાં દાંતીવાડા તાલુકાનાં ભાખર ગામનો હકમાજી ઠાકોર નામનો શખ્સ કાચા રસ્તા પર રિક્ષામાં બેઠેલો હતો. ત્યારે આ ૧૧ વર્ષીય દીકરી રિક્ષાની નજીક પહોંચતા હકમાંજી ઠાકોરે તેનું મો દબાવી રિક્ષામાં બળજબરી પૂર્વક બેસાડીને તેનું અપહરણ કર્યું હતું. અને બાદ ડીસા આવીને ખાનગી ગાડી મારફતે સગીરાને પાટણ નજીક આવેલા પાલડી મુકામે લઈ ગયો હતો અને ત્યાં સગીરા સાથે બળજબરી પૂર્વક વારંવાર દુષ્કર્મ આચર્યું હતું..અને ત્યારબાદ સગીરાને ખાનગી ગાડીમાં બેસાડી ડીસા શહેરના હાઇવે વિસ્તાર પર મૂકી ગયો હતો.. જેથી બાદમાં આ સગીરા ત્યાથી આ બાળકી ચાલતી કાંટ ગામ પહોંચી હતી. અને કાંટ ગામમાં આવી હરેશભાઈ તાઈવર નામના શખ્સને વાત કરતાં હરેશ તાઈવરે આ સગીરના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો.જેથી આ આદિવાસી પરિવાર કાંટ ગામે પહોંચ્યો ત્યારે સગીરાએ તેની સાથે વિતેલી આપવીતી જણાવી હતી.. જેથી સમગ્ર ઘટનાનું સગીરા દ્વારા વર્ણન કર્યા બાદ આદિવાસી પરિવાર ડીસા તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો અને જયંતિ ઠાકોર વિરુધ્ધ ફરિયાદ આપતા ડીસા તાલુકા પોલીસે પોકસો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા તાલુકા પોલીસ આદિવાસી પરિવારની ફરિયાદના આધારે તાલુકા પોલીસ ગણતરીના કલાકો માં જ આરોપી હકમાજી ઠાકોરની અટકાયત કરી દીધી છે અને આરોપીને મેડિકલ ચેક અપ માટે મોકલી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.