02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / થરાદના પીલુડા કરબુણ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત

થરાદના પીલુડા કરબુણ વચ્ચે અક્સ્માતમાં એકનું મોત   11/09/2018

થરાદ તાલુકાના પીલુડા કરબુણ રોડ પર સોમવારની સાંજના સુમારે બે મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અક્સ્માત સર્જાવા પામ્યો હતો.જેમાં મોટરસાયકલ પર જઇ રહેલા રાજસ્થાનના બે મોટરસાયકલ સવાર પૈકી ઝેરવાડાના બાઇકચાલકનું મોત નિપજ્યું હતું.જ્યારે થરાદના પીલુડા ગામના દિનેશભાઇ વજીરને ઇજાઓ થવા પામી હતી.જેમને સારવાર માટે શહેરની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે થરાદ પોલીસે આઠ વાગ્યા સુધી આ બનાવની ફરીયાદ નહી આવી હોવાનું જણાવ્યું હતું.આ બનાવથી અરેરાટી મચવા પામી હતી.

Tags :