બનાસકાંઠા જિલ્લામાં નવા પેટા આરોગ્ય કેન્દ્રોનાં બાંધકામમાં પોલમપોલ

દીઓદર : બનાસકાંઠા જીલ્લામાં લોકોને આરોગ્લક્ષી સુવિદ્યાઓ સારામાં સારી મળી રહે તેવા આશય થી અનેક ગ્રામીણ વિસ્તારોમાં પેટા આરોગ્ય કેન્દ્ર બની રહ્યા છે. આ આરોગ્ય કેન્દ્રના મકાનનું બાંધકામ જાણે કે કોન્ટ્રાક્ટરો, અને અધિકારીઓના ગજવા ગરમ કરવા માટે ફાળવાયું હોય તેવુ મહેસુસ થઈ રહ્યું છે. 
બનાસકાંઠામાં અનેક ગ્રામીણ વિસ્તારોમાં હાલે પેટા આરોગ્ય કેન્દ્રનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામમાં ભારે ધુપ્પલબાજી આચરાઈ રહી છે. હલકી ગુણવત્તાનું બાંધકામ સીમેન્ટના બદલે વિશેષતર રેતીનો ઉપયોગ થઈ રહ્યો છે. જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં જે જે અયોગ્ય બાંધકામ થયા છે તેની તપાસ કરવામાં આવે તો આવા આરોગ્ય કેન્દ્રનું આયુષ્ય ટુંકુ હોવાનું મહેસુસ થઈ રહ્યું છે. નવા બાંધકામ થઈ રહેલ આરોગ્ય કેન્દ્રની કેટલીક દિવાલો બનવાની સાથે ધારાશયી થઈ રહી છે. સીમેન્ટ લોખંડની ભારે અછત વર્તાઈ રહી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મીલીભગતને કારણે સરકારના લાખો રૂપિયા માટીમાં ગરકાવ થઈ રહ્યા છે. અનેમાત્ર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે જ આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટે રૂપિયા ફાળવાયા હોવાનું મહેસુસ થઈ રહ્યું છે.  જિલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા કલેક્ટરશ્રી દ્વારા બનાસકાંઠા જીલ્લામ પેટા આરોગ્યકેન્દ્રમાં જે ધુપ્પલબાજી ચાલી રહી છે. તેની તપાસ કરાવે તો અનેક કૌભાંડ બહાર આવે તેમ છે. દીઓદર તાલુકામાં ઓઢા જેવા ગામોમાં બની રહેલ પેટા આરોગ્ય કેન્દ્રમાં ભારે ગેરરીતી આચરાઈ રહી છે. અને આગામે બની રહેલ પેટા કેન્દ્રની દિવાલો ચણતર સાથે સાથે તુટી રહી છે. આ બાબતે કોન્ટ્રાક્ટરને કેટલાક જાગૃત નાગરીકોએ વિરોધ દર્શાવી યોગ્ય કરવા માટે જણાવતાં... કહેવાય છે કે બાંધકામ માટે મંજુર થતી ગ્રાન્ટ કામકાજ સુધી પહોંચતાં કેટલીય ઘસાઈ જતી હોવાનો એકરાર થઈ રહ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.