02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સીઘાડા પાસે સેલ લગાવવા જતાં ટ્રકની કેબિન ભડકે બળી, ડ્રાઇવર-કન્ડક્ટર ગંભીર રીતે દાઝ્યા

સીઘાડા પાસે સેલ લગાવવા જતાં ટ્રકની કેબિન ભડકે બળી, ડ્રાઇવર-કન્ડક્ટર ગંભીર રીતે દાઝ્યા   23/03/2019

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીઘાડા પાસે ડ્રાઇવરે ટ્રકને સેલ લગાવતા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. જાત જાતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના પગલે ડ્રાઇવર અને કન્ડક્ટર ગંભીર રીતે દાઝ્યા હતા. સ્થાનિક લોકોએ દાઝેલા બંને યુવકો સારવાર માટે રાધનપરુ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભડભડ સળગતા ટ્રકને જાઇને લોકોમાં દોડધામ મચી હતી. 
આગ લાગવાના કારણે ટ્રકમાં ભરેલી કોલસી બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી. સાથે સાથે સાંતલપુર પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ હાથધરી હતી. આ ઘટનાનો સ્થાનિક લોકોએ વીડિયો પણ ઉતારી લીધો હતો. 
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સીઘાડા પાસે ટ્રકમાં લાગેલ આગ સીધાડાની એક હોટલ પાસે બની ઘટના ડ્રાઇવરે ટ્રકને ચાલુ કરવા માટે સેલ લગાવ્યો હતો. જાકે આ સમયે અચાનક જ ડ્રાઇવર કેબીનમાં આગ લાગી હતી. અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.  
આગના પગલે ડ્રાઇવર અને કન્ડક્ટર ગંભીર રીતે દાઝ્યા હતા. સ્થાનિક લોકોએ દાઝેલા બંને યુવકો સારવાર માટે રાધનપરુ હોસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભડભડ સળગતા ટ્રકને જાઇને લોકોમાં દોડધામ મચી હતી. આગ લાગવાના કારણે ટ્રકમાં ભરેલી કોલસી બળીને ખાખ થઇ ગઇ હતી. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથધરી હતી. 

Tags :