02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / હિંમતનગરમાં ગાયક કલાકાર દલેર મહેંદીના કાર્યક્રમને લઈ ભાજપ વિરોધના મુડમાં

હિંમતનગરમાં ગાયક કલાકાર દલેર મહેંદીના કાર્યક્રમને લઈ ભાજપ વિરોધના મુડમાં   24/03/2019

સાબરકાંઠા પોલીસે લોકસભાની ચુંટણી ટાણે જ પેટચોળીને દુખાવો ઉભો કર્યો હોય એમ કોંગ્રેસી ગાયક કલાકારનો કાર્યક્રમ યોજતા જ ભાજપ વિરોધના મુડમાં આવી ગયુ છે. ભાજપ હવે પોલીસ તંત્રના વિરોધમાં ચુંટણી પંચ અને કલેકટરને પણ ફરીયાદ રજુઆત કરી કોઇ પણ ભોગે દલેરનો શો નહી યોજવા દેવા મક્કમ બન્યુ છે અને હવે ચુંટણી પહેલા ભાજપ માટે કાર્યક્રમ એ આબરુનો સવાલ સમાન બની ગયુ છે
 
એક તરફ આમ તો તંત્ર અને પોલીસ બંને લોકસભાની ચુંટણી ને લઇને વ્યસ્ત બન્યા છે. ત્યાં સાબરકાંઠા પોલીસને કોંગ્રેસી ગાયક કલાકાર ને બોલાવીને ઇવેન્ટ યોજવાની નવરાશ મળી આવતા હવે વિવાદ નુ ઘર બન્યુ છે. સાબરકાંઠા પોલીસે પોતાના સંચાલીત સુરક્ષા સેતુ સોસાયટી ના બેનર હેઠળ આગામી ૩૦ મી માર્ચે  હિંમતનગરમાં આવેલ એસપી કચેરી ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગાયક કલાકાર દલેર મહેંદીની સ્પેશીયલ ઇવેન્ટ યોજાનાર છે. આ માટે જિલ્લાભરમાં તમામ પોલીસ મથકે અને શહેરોમાં હોર્ડીંગ લગાવી પોલીસે શક્ય તમામ ભરપુર પ્રચાર માટે હાલ કમર કસવામાં લાગી ગઇ છે તો બીજી તરફ ઇવેન્ટ માટેના મોંઘી દાટ રકમના પાસ પણ પોલીસ સ્ટાઇલ થી વિતરણ કરાતા લોકોમાં પણ મજબુરીએ પાસ લેવાનો કચવાટ વર્તાઇ રહ્યો છે. આ દરમ્યાન જ હવે ભાજપે પણ પોતાનો આકરો વિરોધ નોંધાવ્યો છે અને કોઇ પણ સંજોગોમાં પંજાબ કોંગ્રેસના નેતા એવા દલેર મહેંદીને ચુંટણી ટાણે આ કાર્યક્રમ યોજવા નહી દેવામાં આવે એવો વિરોધ નોંધાવ્યો છે. તો ભાજપનુ પણ માનવુ છે કે લોકસભાની ચુંટણી ટાણે જ આ કાર્યક્રમ યોજવા પાછળનો હેતુ પણ કોંગ્રેસને ફાયદાકારક સાબીત થઇ શકે છે આમ ભાજપે હવે આ કાર્યક્રમને રદ કરાવવા માટે એડીચોટીનુ જોર લગાવી દીધુ છે
દલેર મહેંદી પર હ્યુમન ટ્રાફીકીંગના ગુન્હામાં દોષીત થતા તેની સજા પણ બે વર્ષની ફરમાવેલી છે અને તે માટે હાલ પણ ઉપલી કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તો બીજી તરફ કોંગ્રેસને પણ પોતાના જ નેતાનુ સરકારી આયોજન થી ચુંટણી ટાણે આગમન થવાને લઇને મન મલકાઇ ઉઠ્યુ છે. વિના કોઇ ખર્ચાએ ચુંટણીના પ્રચાર સમયે જ કોંગ્રેસને પોતાના મોંઘાદાટ નેતા કમ કલાકારનો કાર્યક્રમ યોજાતા સિધો જ લાભ થવાની આશાએ કોંગ્રેસ પણ હવે આ મુદ્દે કોઇ ફોડ પાડવા માટે તૈયાર નથી. જ્યારે કોંગ્રેસ પ્રમુખે તો કાર્યક્રમનુ આમંત્રણ નહી મળ્યુ હોવાનુ કહી હાથ ખંખેરી ચુપકીદી સેવી લઇ આવકારતા હોવાની પણ જાહેરાત કરતા વિવાદના ભડકામાં જાણે કે તેલ રેડાયુ છે. સાબરકાંઠા પોલીસના મુજબ આ કાર્યક્રમ થી કોઇ જ આચાર સંહિતતાનો ભંગ થતો નથી અને આ માટે રાજકીય રીતે કોઇ જ વાત સ્ટેજ પર થી નહી કરવામાં આવે તેવો બચાવ કરાયો છે. જોકે આશ્વર્યની વાત એ છે કે આચારસંહિતા દરમ્યાન પણ હાલ સાબરકાંઠા પોલીસ ની સુરક્ષા સેતુ સોસાયટીના જ પાસ પણ લોકોને વિતરણ થઇ રહ્યા છે અને હોર્ડીંગસ પણ લગાવેલા છે. તો દલેર મહેંદી ના સાબરકાંઠા પોલીસ ના ટ્વીટર હેન્ડલ પર શેર કરેલા વિડીયોમાં પણ દલેર ખુદ કહે છે કે આપના પગ થાકે નહી ત્યાં લગી શો ચાલુ રાખવામાં આવશે આમ આચારસંહીતામાં રાત્રીના દશ વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાના કાયદાનુ પણ જાણે કે છેડે ચોક ઉલ્લંધન સમાન જાહેરાત કરાઇ હોવાનો દાવો ગણાવાઇ રહ્યો છે. તો કલેકટરે આચારસંહિતાના નામે જિલ્લામાં મોટાભાગના હોર્ડીંગ્સ ઉતારી લીધા છે ત્યારે દલેર મહેંદીના ફોટા સાથેના હોર્ડીંગ્સ પણ લગાવેલા રહેતા એ પણ હવે ભાજપ માટે અણીયાળા કાંટા સ્વરુપ દેખાઇ રહ્યા છે. જ્યારે સવાલ એ પણ છે કે રાજકીય રીતે હાલ તો પુલવામાની ઘટનાને લઇને હજુ લોકો પણ જવાનોની શહાદતને ભુલ્યા નથી ત્યારે ખાખી વર્ધીની પોલીસને જ શહાદત ભુલીને ચુંટણી ટાણે રાજકીય નેતા કમ કલાકાર ના તાલે ઝુમવાનો શોખ થઇ આવ્યો તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે
ભાજપ પણ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે કે રાજ્યમાં પોતાની જ સત્તા હોવા છતાં પણ ભાજપ સામે સરકારી તંત્ર જ ભાજપ વિરોધી માનસીકતાના નેતાને કલાકાર ના બહાને જાહેર ઇવેન્ટ યોજે તે હવે આબરુ નો સવાલ બની ગયો છે. જોકે હવે લોકસભાની ચુંટણી પહેલા ભાજપ તેની મક્કમતા પર હારે છે કે જીતે છે તે પણ હવે જોવુ રસપ્રદ બની ગયુ છે

Tags :