02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / બનાસકાંઠાની લોકસભા ચૂંટણી માટે જાણો ભાજપના કયા ચાર આગેવાનોના નામ થયા ફાઇનલ ?

બનાસકાંઠાની લોકસભા ચૂંટણી માટે જાણો ભાજપના કયા ચાર આગેવાનોના નામ થયા ફાઇનલ ?   19/03/2019

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી છે.જે બેઠકમાં વડોદરા,પંચમહાલ અને ભરૂચની પેનલ ફાઇનલ થઈ છે. જેમાં બનાસકાંઠાની સીટ માટે હરિભાઇ ચૌધરી,પરથીભાઈ ભટોળ,શંકરભાઇ ચૌધરી અને ઈતર સમાજમાંથી શશિકાંત પંડ્યા તથા પ્રવીણ કોટકના નામ મુકાયા હતા. જે પૈકી પેનલમાં ચાર નામ નક્કી થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ચાર નામોમાં હરિભાઇ ચૌધરી,પરથીભાઈ ભટોળ,શંકરભાઇ ચૌધરી અને પ્રવીણ કોટકના નામની પ્રદેશ પાર્લામેન્ટરીએ પેનલ બનાવી છે જેનો આખરી નિર્ણય દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બનાસકાંઠાની મુલાકાત વખતે હરિભાઇ ચૌધરી અને પરથીભાઈ ભટોળ સાથે ગુપ્ત મિટિંગ કરી હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જોકે, અગાઉ આ બેઠક માટે 30થી પણ વધુ દાવેદારોએ ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવતા ખુદ ભાજપના પ્રદેશ આગેવાનો મૂંજવણમાં મુકાયા હતા. 

Tags :