પુનાના ચકચારી ખૂન અને લુંટ કેસનો ફરાર આરોપી અમીરગઢથી ઝડપાયો

અમીરગઢ :મહારાષ્ટ્ર પુનામાં લુંટ અને મર્ડર કરનાર આરોપી જે મહારાષ્ટ્ર પોલીસના હાથમાં ન આવતાં ભાગી છુટ્યો હતો, તે ગુજરાતમાંથી રાજસ્થાનમાં પ્રવેશવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અમીરગઢ પોલીસે પકડી પાડ્યો હતો અને પુના પોલીસને સુપ્રત કર્યો હતો. 
પુનામાં લુંટ તથા મર્ડર કરનાર આરોપી પુનાથી ફરાર થઈ ગયો હોવાથી દરેક રાજ્યની બોર્ડરો પર પુના પોલીસ દ્વારા કાર તથા આરોપીની જાણ કરતા દરેક બોર્ડરો ઉપર સખત નાકાબંધી કરવામાં આવેલ હતી પુના પોલીસના મળેલ મેસેજને આધારે ગુજરાત અને રાજસ્થાન સરહદ ધરાવનાર બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પર પી.એસ.આઈ. સી.સી.ચૌધરી તેઓના સ્ટાફ સાથે ચુસ્ત વાહન તપાસ હાથ ધરતાં ગત શનિવારની સમી સાંજના પુનાના મર્ડર તથા લુંટનો આરોપી ગુજરાત તરફથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યો હતો તેને પકડી પાડી અમીરગઢ પોલીસે મહત્વની સફળતા મેળવી હતી. આરોપી પકડાયા બાદ અમીરગઢ પોલીસ દ્વારા તેને તથા તેની કારને પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ પુના પોલીસને આરોપી પકડાયાની જાણ કરેલ હતી. આથી પુના પોલીસ બીજા દિવસે અમીરગઢ ખાતે પહોચી અને પુનાના મર્ડર તથા લુંટના આરોપી તપીસકુમાર પુખરાજ જાટ રહે જાધપુર  રાજસ્થાનવાળાને ઓળખી તેને પોતાના કબજામાં લીધેલ હતો. અમીરગઢ પોલીસ દ્વારા આરોપીને પુના પોલીસને સુપ્રત કર્યા બાદ આરોપી જે બોર્ડર પરથી પકડાયો હતો. તે જગ્યા પુના પોલીસને બતાવેલ હતી પુના પોલીસ દ્વારા સ્થળનુ અવલોકન કર્યા બાદ આરોપી પકડવા બદલ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવ્યા બાદ આરોપીને લઈ પુના જવા માટેની તૈયારીઓ આરંભેલ હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.