02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / પાલનપુરમાં સહકારી કર્મચારી વેપારી પાસેથી 22 હજારની લાંચ લેતા ઝડપાયા

પાલનપુરમાં સહકારી કર્મચારી વેપારી પાસેથી 22 હજારની લાંચ લેતા ઝડપાયા   06/11/2019

પાલનપુરમાં નાણાં ધિરધાર માટેની સહકારી કચેરીના કર્મચારી સામે એસીબીએની રેડ થતા ખળભળાટ મચી ગયો છે. નાણાં ધિરધારનો ધંધો કરતા વેપારીના ચોપડા કેટલીક ભુલો હતી. આથી ધિરધાર કચેરીના સહકારી કર્મચારીએ ભૂલો જતી કરવા 22 હજારની લાંચ માંગી હતી. જોકે વ્યાજે પૈસા આપતો વ્યક્તિ લાંચની રકમ આપવા ઇચ્છતો ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. આથી એસીબીએ ગોઠવેલા છટકામાં સહકારી કર્મચારી 22 હજારની લાંચ લઇ સ્વિકારતા ઝડપી લેવાયો હતો.
 
બનાસકાંઠા જીલ્લાના પાલનપુર સ્થિત નાણાં ધિરધારના વ્યવસાયકારો માટેના હિસાબ રાખતી ધિરધારની કચેરી આવેલી છે. જેમાં ધિરધારનો વ્યવસાય કરતા સ્થાનિક વેપારીના હીસાબ-કીતાબ ચકાસવાની બાબતે સહકારી કર્મચારીએ કેટલીક ભુલો કાઢી હતી. સહકારી કર્મચારી ગોરધનભાઇ તેજાભાઇ જોશીએ સ્થાનિક વેપારીને વ્યાજ વટાવના ચોપડાની ભુલો જતી કરવા 22 હજારની લાંચ માંગી હતી. આથી વેપારી લાંચ આપવા ઇચ્છુક ન હોઇ એસીબીનો સંપર્ક કર્યો હતો.
 
બનાસકાંઠા એસીબીના કે.જે.પટેલ સહિતની ટીમે સમગ્ર બાબતે છટકુ ગોઠવી રેડ કરી હતી. જેમાં પાલનપુર સ્થિત સહકારી અધીકારી ધિરધારની કચેરી કંપાઉન્ડમાં જ કર્મચારી 22 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા બાદ લાંચનો સ્વિકાર કર્યો હતો. એસીબીએ સહકારી અધિકારીની કચેરીમાં જ નવા વર્ષના દિવસોમાં સફળ રેડ કરતા બનાસકાંઠા જીલ્લા વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે.

Tags :