ભોયણના પાટીયે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઈ

જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદિપ સેજુલ તથા નાયબ પોલીસ અધિક્ષક રૂષિકેશ ઉપાધ્યાયની પ્રોહીબીશન અને જુગારની બદી નાબુદ કરવાના માર્ગદર્શન અને સુચના આધારે રૂરલ પી.આઈ.એમ.જે ચૌધરીને મળેલ ખાનગી બાતમી આધારે અ.હેડ.કોન્સ કેવળભાઈ ગલાલભાઈ, તુલસીભાઈ રણછોડભાઈ તથા અશોકભાઈ સાથે ભોયણના પાટીયા પાસે પંચો સાથે વોચમાં હતા દરમ્યાન સફેદ કલરની હુન્ડાઈ કંપનીની ગેટસ (રજી નં.જી.જે.૦૧ એચ.એન.ર૩૮૦)આવતા તેની તપાસ કરતા સદર ગાડીની પાછળની 
સીટમાં બનાવેલ ખાનામાં તથા સીટની નીચેના ભાગે બનાવેલ ખાનામાં તથા ડેક્સ બોર્ડની અંદર બનાવેલ ખાનામાં અલગ અલગ બ્રાંડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયર બોટલો કુલ નંગ ૧૯૭ (કિં.રૂ.૬૩,૧૦૦/) તથા રોકડા રૂપિયા ૩૯૦૦/- તથા મોબાઈલ (કી.રૂ.૧૦,૦૦૦)/તથા કાર (કી.રૂ.૧,૦૦,૦૦૦) એમ કુલ મુદ્દામાલ રૂ.૧,૭૭,૦૦૦-/નો ઝડપી પાડી આરોપી ગણપતરામ કાળુરામ જાટ (રહે-વોઢા તા.સાંચોર જિ.જાલોર રાજસ્થાન) તથા ભીયારામ કાનારામ જાટ (રહે-ખારા તા.સાંચોર જિ.જાલોર રાજસ્થાન) વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ સ્ટેશને પ્રોહીબીશન એકટ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.