વર્ષ ૧૯૩૧થી અત્યાર સુધીના ૭/૧૨નાં તમામ ઉતારા એક જ Âક્લકમાં મળશે : મુખ્યમંત્રી

અમદાવાદ : રાજ્યનું મહેસુલ વિભાગ હવે હાઈટેક બન્યું છે અને અત્યાર સુધી જે ખેડૂતો કે જમીન માલિકો જમીનનાં સાત બારનાં ઉતારા કે દસ્તાવેજા માટે કલેક્ટર ઓફિસના કે પ્રાંત ઓફિસના ધક્કા ખાતા હતા તે હવે ધક્કા ખાવા નહિ પડે. ખેડૂતોને કે જમીન માલિકોને એક જ Âક્લકમાં ૭-૧૨નાં ઉતારા મળી જશે તેવું મુખ્યમંત્રી વિજય રુપાણીએ જણાવ્યું છે. મહેસુલ વિભાગની વેબસાઈટ પર ૮ કરોડ જેટલા ડોક્ટુમેન્ટ ઓનલાઈન ચઢાવવામાં આવ્યા છે. જેને પગલે ૧૯૩૧થી અત્યાર સુધીના બધા જ ઉતારા ખેડૂતને મળી જાય તેવી વ્યવસ્થા કરાઈ છે. અમદાવાદનાં જિલ્લા મહેસુલી તંત્ર દ્વારા શહેરનાં બાપુનગર વિસ્તારમાં સુચિત સોસાયટીના વટ હુકમોનાં વિતરણનો ૭મો ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી વિજય રુપાણીનાં હસ્તે દાવા પ્રમાણપત્ર, મંજૂરી હુકમ, નો ડ્યુ સર્ટીફિકેટ અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી મંત્રીના હસ્તે ૩૫૦૦થી વધુ હુકમોનું વિતરણ કરવામાં આવ્યું. રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ઘડવામાં આવેલા સુચિત સોસાયટીના કાદયા અનુસાર ગેરકાયદે મકાનને કાયદેસર કરવાના વટ હુકમો વિતરણ માટે માટે ૬ જેટલા ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયા છે. જેમાં ૬૪૦૦ જેટલા હુકમોનું વિતરણ કરાયું હતું. અમદાવાદમાં ૧૦ હજારથી વધુ મકાનો કાયદેસર કર્યા છે. આ કાર્યક્રમમાં મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ધારાસભ્યો અને સંસદ સભ્યો સહિત મહેસુલ વિભાગના અધિકારી ઓ ઉપÂસ્થત રહ્યાં હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ પ્રસંગે સભાને સંબોધતા જણાવ્યું કે, 'અત્યાર સુધી મકાનના કાયદેસરના માલિક ન હતા તે હવે માલિક બનશે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.