02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / બનાસકાંઠાના યુવાને લગ્ન કંકોત્રીમાં PM મોદી વિશે એવું તે શું લખ્યું કે કંકોત્રી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ

બનાસકાંઠાના યુવાને લગ્ન કંકોત્રીમાં PM મોદી વિશે એવું તે શું લખ્યું કે કંકોત્રી સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ   05/04/2019

લોકસભાની ચૂંટણી યોજાવાના હવે ગુજરાતમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતીઓ આ વખતે કોને સમર્થન આપશે એ પણ એક અકબંધ રહસ્ય છે. જોકે 2017માં ભલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બે આંકડાની જીતમાં સંતોષ માનવો પડયો હોય, પરંતુ લોકસભાની ચૂંટણીમાં હજુ પણ નરેન્દ્ર મોદીની જીત થાય અને મોદી જ દેશના વડાપ્રધાન બને એવું ગુજરાતીઓ ઈચ્છી રહ્યા છે.અને મોદીને જુદી જુદી રીતે સમર્થન આપી રહ્યા છે ગુજરાતમાં આજે પણ મોદી પ્રેમ અકબંધ છે.
 
કારણકે તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક લગ્નની કંકોત્રીમાં મોદી પ્રેમ જોવા મળ્યો હતો. આ લગ્નની કંકોત્રીમાં ચાંલ્લો સ્વીકારવાને બદલે એવી અપીલ કરવામાં આવી છે કે '2019માં તમારો વોટ મોદીજી ને એ જ મારો ઉપહાર છે.' અત્રે ઉલ્લેખનીય છે કે આ લગ્ન કંકોત્રી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વજેગઢ ગામની છે. જેમાં વરરાજા પક્ષ તરફથી છપાયેલી આ કંકોત્રીમાં ચાંદલાને બદલે મોદીજી ને વોટ આપવા માટે અપીલ કરાઇ છે.
 
ત્યારે આ વાયરલ લગ્ન કંકોત્રીની પડતાલ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જેના લગ્ન યોજાવાના છે એ યુવાન અશોક ભાટીએ આ લગ્ન કંકોત્રી પોતાની જ હોવાનું ટેલિફોનિક વાતચીતમાં કબૂલ્યું હતું. સાથે સાથે અશોકે એવું પણ જણાવ્યું હતું કે હું ઇચ્છું છું કે 2019માં પણ નરેન્દ્ર મોદીની જીત થવી જોઈએ, કારણ કે મોદીજી ના શાસનમાં દેશ આગળ વધ્યો છે અને આગળ વધી રહ્યો છે. એટલે મારા માટે અને મારા પરિવાર માટે મોદીજીની જીત એ જ મારા લગ્ન નો સૌથી મોટો ઉપહાર છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે 18મી એપ્રિલે જેના લગ્ન ટીના સાથે યોજાવાના છે તે અશોક ભાટી હાલમાં પોતાના ગામમાં કરિયાણાની દુકાન ચલાવે છે અને નરેન્દ્ર મોદી દ્વારા ઉઠાવાયેલા મોટા કદમ જેવાકે નોટબંધી અને જીએસટીને અશોક ભાટી એ યોગ્ય ગણાવ્યા હતા. સાથે-સાથે 2019માં નરેન્દ્ર મોદીની જીત થાય એવી આશા વ્યક્તિ કરી હતી
 
. જોકે, હાલમાં આ લગ્ન કંકોત્રી સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઇ રહી છે. અને લોકો એની પ્રશંસા પણ કરી રહ્યા છે. ભૂતકાળમાં પણ નરેન્દ્ર મોદીને સપોર્ટ કરતી આવી લગ્ન કંકોત્રીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી છે. જેમાં ખુલ્લેઆમ મોદી પ્રેમ પ્રગટ કરવામાં આવ્યો છે. પણ આ બધી બાબતો ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે યુવાનોના મતે હજુ પણ નરેન્દ્ર મોદી એ દેશ માટે સૌથી શ્રેષ્ઠ વડાપ્રધાન છે.

Tags :