02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Mahesana / ચાણસ્માથી ધીણોજ 18 કિ.મીના રોડ પર 1300 ગાબડાં,વાહનો ખાડામાં પટકાતાં નુકસાન

ચાણસ્માથી ધીણોજ 18 કિ.મીના રોડ પર 1300 ગાબડાં,વાહનો ખાડામાં પટકાતાં નુકસાન   19/08/2019

મહેસાણા થી ચાણસ્મા ને જોડતા ચાણસ્મા થી ધીણોજ સુધીના18 કિલોમીટર ના નેશનલ હાઈવે પર ગાબડાં પડી જતા આ રોડ હવે હાઈવે જેવો રહ્યો નથી હાડપિંજર જેવો બની ગયો છે જોઅહીંથી વાહન લઇને પસાર થવું હોય તો નાના-મોટા ખાડામાં પટકાવવું જ પડશે તેના વગર પસાર થઇ શકાશે નહીં તેટલા ગાબડા પડી ગયા છે તેમાં ચાણસ્મા ચોકડીથી સાઈબાબા મંદિર સુધીમાં નાના-મોટા 200 જેટલા ગાબડા છે. વચ્ચે આવતી રેલવે ફાટક ઝીલિયાપુલ અને આશ્રમ નજીક તેમજ પીપળ થી લણવા વચ્ચે સંખ્યાબંધ ખાડા પડ્યા છે.
 
વાહન ચલાવતી વખતે સહેજ પણ બેદરકાર રહ્યા તો ખાડામાં પટકાયા સમજો રોડ પરથી કાંકરી એટલી હદે ઉખડી ગઈ છે કે વાહન પસાર થાય ત્યારે રીતસર ઉડીને વાગે છે તેમજ ધૂળ પણ એટલી ઊડે છે આ રોડ પરથી ટુ-વ્હીલર લઈને નીકળો તો ચહેરો અને કપડા ધુળથી ભરાઈ રહે છે. ત્યારે ચાણસ્માથી મહેસાણા સુધીનું અંતર કાપતા 40 મિનિટ જેટલો સમય થતો હતો જે હવે 50 મિનિટથી વધુ સમય થાય છે. એક સરકારી ઇજનેરે જણાવ્યું હતું કે રોડની સપાટી ખરાબ થઈ ગઈ છે છેલ્લા ચારેક વર્ષથી રિસરફેસ થયું નથી આ રોડ પહેલા થોડો ખરાબ હતો પરંતુ આ ચોમાસામાં વધારે ખરાબ થયો છે.લણવાથી ખારાધરવા રોડ પર ઉપરાછાપરી ખાડા પડી ગયા છે એક જ સ્થળે ૧૫ જેટલા ખાડા પડી ગયા હોવાથી વાહન એક માંથી નીકળી બીજા ખાડામાં પટકાય છે જેના કારણે વાહનચાલકો ધીમી ગતિએ પસાર થતા નજરે પડ્યા હતા. કપચી ઉખડીને વેરાઇ જતાં વાહન સ્લીપ ખાઇ જાય તેવી હાલત છે. એમાંયે સહેજ ઝડપથી ટુ-વ્હીલર હાંકવામાં કમરના મણકા ખસી જાય તેવી સ્થિતિ હોઇ વાહન ચાલકો સાવ ધીમી ગતિએ સાચવીને રોડ પસાર કરતા જોવા મળ્યા હતા.ચાણસ્મા મહેસાણા હાઈવે પર ખારાધરવાથી પીંપળ ગામ વચ્ચે અકસ્માત સર્જાય તેવા ખાડા પડી ગયા છે આવતા જતા વાહનો ધડાધડ ખાડામાં પડતા નજરે પડ્યા હતા જેમાં રાત્રિના સમયે વાહનચાલકે જો સહેજ પણ ગફલત કાધી તો અકસ્માત થયો સમજો તેવી હાલત આ રોડની થઈ છે.ચાણસ્મા ચોકડીથી સાઈબાબા મંદિર સુધીના એક કિલોમીટરનો રસ્તો પસાર કરતા માથુ દુખી જાય છે રોડ પર ખાડાઓની વણઝાર છે ચોકડી પર હોટલ પાસે ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે સહિતના સ્થળે ખાડા છે ત્યારે સહેજ પણ ઝડપથી ટુ વ્હીલર ચલાવવામાં આવે તો કમર તૂટી જાય તેવી સ્થિતિ છે જેના કારણે આ ડિસ્કો રોડ પર વાહનચાલકો ધીમી ગતિએ વાહન પર પસાર થતા નજરે પડ્યા હતા આ એક કિલોમીટરના રોડ પર નાના-મોટા 200 ગાબડા પડી ગયા છે.

Tags :