કેન્દ્રની ટીમ દ્વારા કુદરતી હોનારત સમયે બચાવ કામગીરી વિષે બાળકોને માર્ગદર્શન અપાયું

પાટણ ઃ ગત તા.૧૯-૬-ર૦૧૯ ને બુધવારે અમારી શાળા શેઠ.એમ.એન.પ્રાથમિક શાળામાં એનડીઆરએફ-ટીમ(નેશનલ ડિઝાસ્ટાર રેસક્યું ફોર્સ) દ્વારા શાળાના તમામ બાળકોને અણધારી આફત આવે ત્યારે કઈ રીતે બચાવ કાર્ય કરવું ટુ સેવ, ટુરેસ્યુ વિશે તેમજ પાણીમાં ડૂબતા માણસને કેવી રીતે બચાવવો વગેરે વિષે ખૂબજ સરસ માહિતી બચાવના સાધનો સાથે આપી હતી.
આ પ્રસંગે એનડી આરએફના ઈન્સ્પેક્ટર ટીમ કમાન્ડર સુરેશસિંહ ગુર્જર, હંસરાજ છારંગ તેમની સાથે ઈસીઓ-૬ ટીમ વડોદરા બટાલિયન, શાળાના આચાર્ય ખેતનભાઈ મોદી, શાળાના નિરિક્ષણમાં આવેલ સીઆરસી મધુસુદનભાઈ જાશી અને કલ્પેશભાઈ શ્રીમાળી તથા શાળાના શિક્ષણગણ હાજર રહી સમગ્ર કામગીરીને ધ્યાનથી  નિહાળી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.