રાજકોટમાં બેંકના સોફ્ટવેરમાં સર્જાયેલી ખામીનો લાભ લઈ રૂ. 10.91 લાખની છેતરપીંડી કરનાર 4 ઝડપાયા

રાજકોટમાં થોડા વખત અગાઉ બેંક ઓફ ઇન્ડિયાની હેડ ઓફિસ ખાતે માસ્ટર કાર્ડ ગેટ વે નામના સોફ્ટવેરમાં ખામી સર્જાઇ હતી. જેનો લાભ લઈ આટકોટમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં રૂ.10.91 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદને આધારે રૂરલ એસઓજીએ ઝીણવટભરી તપાસ હાથધરી છેતરપીંડી કરનાર ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે.
 
બેંક ઓફ ઇન્ડિયાની હેડ ઓફિસ ખાતે માસ્ટર કાર્ડ ગેટ વે નામના સોફ્ટવેરમાં ખામી સર્જાઈ હતી. જેને લઈને ગેટ વે એપ્રુવલ કોર્ડ ટ્રાન્ઝેક્શન માટે ખોટા અને રિજેક્ટ કોર્ડની ખામીના કારણે ગ્રાહકોના ખાતમાં રહેલી રકમ કપાત થયા વગર જ સીધી ગ્રાહકે આપેલા વોલેટમાં જમા થઇ જતી હતી. આ ખામીનો લાભ લઇ કેટલાક લોકએ મોબાઇલ એપ્લીકેશન દ્વારા બેંક ખાતમાં પૈસા કપાત થયા વગર ટ્રાન્સફર કરી બેંક સાથે રૂપિયા 10 લાખ 91 હજારની છેતરપિંડી કરી હતી.
 
આ અંગેની ફરિયાદ નોંધાતા એસઓજીએ આ મામલે જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેમાં એક ચોક્કસ ગેંગના લોકો દ્વારા આ છેતરપીંડી કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેને પગલે એસઓજીએ પ્રકાશ હરસોરા, કલ્પેશ મેણીયા, અનિલ ઝાપડીયા અને દિનેશ ગઢાદરાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન હજુ વધુ લોકોની સંડોવણી બહાર આવવાની શક્યતાઓ સેવાઇ રહી છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.