દિયોદર તાલુકાના ફોરણા ખાતે પણ શુક્રવારે અશ્વદોડનો કાર્યક્રમ યોજાયો હતો. ફોરણા ગામે દેવ દિવાળી નિમિત્તે રાજપુત યુવા ગ્રુપ દ્વારા પરંપરાગત રીતે અશ્વદોડનું આયોજન કરાયું હતું.આ અશ્વદોડમાં ફોરણા ઉપરાંત નેસડા, મૂડેઠા જેવા ગામોના યુવા ઘોડેસવારોએ પણ ભાગ લઇ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.