અરવલ્લી : દારૂડિયા ચાલકે કાબુ ગુમાવતાં ટ્રેલર લોકો પર ફરી વળતાં બેનાં મોત

મોડાસા/ શામળાજીઃ શામળાજી બસ સ્ટેશન પાસે રાજસ્થાન તરફથી આવી રહેલા પાવડરના કટકા ભરેલી ટ્રેલરના ચાલકે અગમ્ય કારણોસર કાબુ ગુમાવતાં ગલ્લાઓ પર ફરી વળતાં બાળક અને યુવકનું કમકમાટી ભર્યું મોત થયું હતું. અકસ્માતમાં બસ સ્ટેશન બહાર રહેલ સાતથી આઠ ગલ્લાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જો કે ૪ મોતની આશંકા સેવાઇ રહી છે. બનાવના પગલે ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠતાં લોકોએ ૮ કિમી ટ્રાફિકજામ કર્યો હતો. જેમાં પોલીસે ટ્રકચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ બંને જણ દારૂ પીધેલી હાલતમાં હતા. લગભગ ૧૦૦૦ લોકોએ હાઈવે પર બેસી ટ્રાફિકજામ કર્યો હતો. કલેકટરની બોલાવવાની માંગ સાથે અત્યારે રોડ પર બેસી રહ્યા હતા.
રાજસ્થાન તરફથી આવતી અને અમદાવાદ તરફ જતું ટ્રેલર શનિવારે સાંજે શામળાજી બસ સ્ટેશન પાસેથી પસાર થતું હતું. દરમિયાન અગમ્ય કારણોસર ટ્રેલર પલટતાં ગલ્લાઓ પર ફરી વળતાં અફડાતફડી મચી હતી. જેમાં સાત થી આઠ કેબીનો અને ગલ્લાઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જેમાં એક બાળક અને એક યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બનાવના પગલે પંથકમાં અરેરાટી મચી હતી. બનાવની જાણ થતાં શામળાજી પોલીસને થતાં તત્કાલ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટનાનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો હતો. ઘટનાના પગલે ગ્રામજનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો અને ૧૦ કિમી ટ્રાફીક જામ કરી હાઇવે ઓથોરિટી સલામતીના પગલાં હાથ ધરે તેવી માંગ કરી હતી. પોલીસે ટ્રકચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ બંને દારૂ પીધેલી હાલતમાં હતા.શામળાજી બસ સ્ટેશન પાસે ગંભીર અકસ્માત થવાથી બજારના વેપારીઓની દુકાનો નષ્ટ થઇ ગઇ હોવાથી તેમ જ ત્રણથી ચાર લોકોના મોત થયા હોવાની આશંકા છે. આજે તમામ વેપારી બજાર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. શામળાજીથી ૧૦ થી ૧૫ કિલોમીટર હાઈવે પર શામળાજીના લોકોએ રોડ પર બેસી ટ્રાફિકજામ કર્યો હતો. આજે વેપારીઓ બજાર બંધ પાળશે
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.