02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / લાખણીમાં મગફળી મુદ્દે ખેડૂતોએ ચક્કાજામ કર્યું

લાખણીમાં મગફળી મુદ્દે ખેડૂતોએ ચક્કાજામ કર્યું   10/02/2019

 
 
 
             
                          લાખણી ખાતે કાર્યરત ખરીદ કેન્દ્ર પર મગફળી  રિજેક્ટ કરવા મુદ્દે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ પણ ખેડૂતોના સમર્થનમાં ચક્કાજામ કરી આ મામલે આકરો વિરોધ નોંધાવ્યો હતો. તાલુકા મથક લાખણી ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ખરીદ કેન્દ્ર કાર્યરત છે.જોકે છેલ્લા કેટલાક દિવસથી કાળી ટિપકીના બહાને નાફેડ દ્વારા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરાઈ રહી હોઈ વિફરેલા ખેડૂતોએ મામલતદાર કચેરી આગળ મગફળી ભરેલા વાહનોનો ખડકલો કરી મામલતદારને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆતો કરી હતી.જોકે હજુ આ મામલે કોઇ હકારાત્મક કાર્યવાહી થઈ નથી ત્યારે આજે લાખણી ખાતે પ્રદેશ યુથ કોંગ્રેસ દ્વારા યોજાયેલા ચાલો ગ્રામ પંચાયત કાર્યક્રમ બાદ મગફળી રિજેક્ટ કરવાના મામલે એકાએક કોંગી કાર્યકરોએ ખેડૂતોના સમર્થનમાં રોડ ઉપર ઉતરી ચક્કાજામ કરી ભાજપ વિરોધી નારા લગાવ્યા હતા.કેટલાક કાર્યકરોએ  વાહનો ઉપર ચઢી ભાજપ વિરોધી નારા લગાવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મગફળી મુદ્દે લાખણી ખાતે યુથ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયા બાદ લાખણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઇ દવેએ પણ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી લાખણી પંથકના ખેડૂતોને ન્યાય અપાવવાની માંગણી કરી હતી.

Tags :