02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અરવલ્લી / મોડાસાના વાંટડા ટોલ પ્લાઝા નજીક “ધી બર્નિંગ ટ્રક-કન્ટેનર” : કન્ટેનરમાં રહેલ ૮ બાઈક આગમાં સ્વાહા

મોડાસાના વાંટડા ટોલ પ્લાઝા નજીક “ધી બર્નિંગ ટ્રક-કન્ટેનર” : કન્ટેનરમાં રહેલ ૮ બાઈક આગમાં સ્વાહા   27/04/2019

ઉનાળાના અસહ્ય ગરમીનો પ્રકોપ અરવલ્લી જીલ્લાના માર્ગો પરથી પસાર થતા વાહનોમાં પર પડી રહી હોય તેમ સતત વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા વાંટડા ટોલ પ્લાઝા નજીક રાજસ્થાન તરફથી આવતા ટ્રક-કન્ટેનરમાં આગ ભભૂકી ઉઠતા ભારે નાસભાગ મચી હતી ટ્રક-કન્ટેનર માં રહેલા ૮ નવા બાઈક આગમાં ખાખ થયા હતા મોડાસા નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.
 
મોડાસાના વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાન તરફથી બાઈક ભરી શો-રૂમ પર પહોંચાડવા નીકળેલા ટ્રક-કન્ટેનરમાં આગ લાગતા ચાલકે સમય સુચકતા વાપરી ખાનગી હોટેલ નજીક ઉભી રાખી દીધો થોડી મિનિટોમાં ટ્રક-કન્ટેનરમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ટ્રક-કન્ટેનરમાં લાગેલ આગ થી ૮ નવી નક્કોર બાઈક ખાખ થઈ ગઈ હતી મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં લેવામાં સફળતા મળતા ટ્રક-કન્ટેનરમાં રહેલી અન્ય વધુ બાઈકને આગમાં ખાખ થતી બચાવી લેવામાં સફળતા મળી હતી.

Tags :