પાલનપુરના મલેકનગરમાં દોઢ વર્ષની બાળકીનું મોત

પાલનપુર શહેરના મલેકનગર વિસ્તાર માં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક દોઢ વર્ષની બાળકીનું કપડાં ધોવાની ડોલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાની રહસ્યમય ઘટના સામે આવી છે. પાલનપુર શહેરના આબુ હાઇવે પર મલેકનગરમાં રહેતા ઠાકોર પરિવારની દોઢ વર્ષની દીકરી કપડાં ધોવાની ડોલમાં ડૂબવાથી મોતને ભેટી હોવાનું બહાર આવ્યું છે. લાલાભાઈ ઠાકોરની દોઢ વર્ષની બાળકી સોનુબેન રમતાં રમતાં ડોલના સર્ફ વાળા પાણીમાં પડી ગઈ હતી. જ્યાં શ્વાસ રૂંધાતા બાળકીનું મોત નિપજ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પરિવારજનો બાળકીને બેભાન અવસ્થામાં સારવાર 
અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. જોકે, દોઢ વર્ષની બાળકી કપડાં ધોવાની ડોલમાં પડી જઈ મોતને ભેટવાની થિયરી રજૂ કરતી ઘટનાને પગલે અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.