02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / સિધ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા પરીષદો કરી સરકારી યોજનાઓથી માહિતગાર કર્યાં

સિધ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાટલા પરીષદો કરી સરકારી યોજનાઓથી માહિતગાર કર્યાં   07/01/2019

ભારતીય જનતા પાર્ટીએ જસદણની વિધાનસભાની ચૂંટણી ગામે-ગામ ખાટલા પરીષદો કરી સરકારી યોજનાઓથી લોકોને વાકેફ કરી બાજી હાથવગી કરી લીધી હતી. તેને ધ્યાનમાં રાખી ગુજરાતના ભારતીય જનતા પક્ષના આગેવાનોએ આગામી લોકસભાની ચૂંંટણીમાં પણ ગામે-ગામ ખાટલા પરીષદો કરી સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું નક્કી કરેલ છે. તેના ભાગરૂપે જીઆઇડીસીના ચેરમેન બલવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર તાલુકાના ઉમરૂ, પચકવાડા, વાઘરોલ અને કાકોશી ગામોએ ઠેર-ઠેર ખાટલા પરીષદો કરી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી યોજનાઓથી લોકોને માહિતગાર કર્યાં હતા. આ સમયે દરેક ગામોમાં મોટી સંખ્યામાં લોકો ઉપÂસ્થત રહેતાં ખાટલા પરીષદોના આયોજનને સારો એવો આવકાર મળ્યો હતો. તે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો સરકારી યોજનાઓથી ખુશ હોવાનું જાણવા મળ્યું હતું. 
આ કાર્યક્રમ દરમિયાન સિધ્ધપુર તાલુકા ભાજપના આગેવાનો જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઇ પ્રજાપતિ, તાલુકા ભાજપ પ્રમુખ કેશરભાઇ ચૌધરી, દશરથસિંહ રાજપૂત, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિક્રમસિંહ ઠાકોર, સિ.તા.ખ.વે.સ. પ્રમુખ પ્રહલાદભાઇ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શંભુભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ મહામંત્રી જશવંતભાઇ પટેલ, જિલ્લા મીડીયા સહ કન્વીનર જે.ડી.પટેલ, સિ.તા. ભાજપ મહામંત્રી મનિષભાઇ પ્રજાપતિ, કાનજીભાઇ દેસાઇ, એ.ડી. શ્રીમાળી, સુરપાલસિંહ રાજપૂત તેમજ અન્ય મહાનુભાવો ઉપÂસ્થત રહ્યા હતા. 

Tags :