02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / પાટણ / મીઠીધારીયાલ ગામે લીકેજ પાઇપલાઇનથી નાના સામાન્ય ખેડૂતનો રાયડાનો પાક નિષ્ફળ

મીઠીધારીયાલ ગામે લીકેજ પાઇપલાઇનથી નાના સામાન્ય ખેડૂતનો રાયડાનો પાક નિષ્ફળ   23/12/2018

ચાણસ્મા નર્મદા વિભાગ કચેરી નીચે આવેલા મીઠી ધારીયાલ ગામે સિંચાઇ માટે માઇનોર કેનાલ-૧ માં લીકેજ હોવાને કારણે કેટલાંક ખેડૂતોના ખેતરમાં રાયડાના પાકમાં પાણી ભરાઇ જતાં પાક નિષ્ફળ જવાની ભીતિ આ કેનાલ ઉપર આવેલા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે બીજી બાજુ નર્મદા વિભાગનું નઘરોળ તંત્ર કેનાલ રીપેરીંગ માટે ''ર્ખોર્ આપી રહ્યું છે. જેથી ભોગ બનનાર ખેડૂત દ્વારા પાક નિષ્ફળ જવા સામે તંત્ર પાસે વળતર માટે લેખિત રજૂઆત કરી છે.મીઠીધારીયાલ ગામે પેટા કેનાલ-૧ અને ૨માંથી પસાર થતી કેનાલનું કામ હલકી ગુણવત્તાનું હોવાથી ઠેર-ઠેર લીકેજ થવાને કારણે આ કેનાલ ઉપર આવેલા ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઇ જવાને કારણે રવિ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. જાણવા મળે છે તે મુજબ કેનાલનું બાંધકામ કરનાર એજન્સી પાસેથી તેની મરામત માટે પાંચ વર્ષ સુધી એગ્રીમેન્ટ કરવામાં આવે છે પરંતુ અગમ્ય કારણોસર કોન્ટ્રાકટરની પાસેથી રીપેરીંગ કરવાને બદલે તેનો ખર્ચ નર્મદા વિભાગમાંથી કેમ કરવામાં આવે છે તે સમજાતું નથી. આ તાલુકામાં સૂકા દુષ્કાળની પરિÂસ્થતિમાંથી રવિ પાક બચાવવા કેનાલ એક માત્ર આધાર છે પરંતુ કેનાલ વારંવાર તૂટી જતાં રીપેરીંગના બહાને પાણી વારંવાર બંધ કરવામાં આવે છે. જેનો ભોગ આ ગામનો ખેડૂત બની રહ્યો છે. 
મીઠીધારીયાલ ગામના ખેડૂત કાન્તીભાઇ રામદાસ પટેલે જણાવ્યું હતું કે, 'મીઠીધારીયાલ કેનાલ-૧ ઉપર તેમની માલિકીના ખાતા નંબર-૪૬૧ અને સર્વે નંબર બ્લોક-૧૯૧ આશરે ત્રણ વીઘાના ખેતરમાં હાલમાં રાયડાનું વાવેતર કરેલું છે. જે ખેતરમાં પાણી ભરાઇ જવાથી રાયડાનો પાક નિષ્ફળ જતાં મારે આશરે રૂ. ૭૦ હજાર કરતાં વધારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. જેથી આ અંગે તાત્કાલીક ઘટતું કરવા ચાણસ્મા કચેરીને લેખિતમાં ફરીયાદ કરી છે.

Tags :