02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / ગુજરાતના વિજળીઘરના ૧૩૦૦ કર્મચારીઓએ કાયમી થવાની લાલચમાં બે કરોડ અડસઠ લાખ લૂંટાવ્યા

ગુજરાતના વિજળીઘરના ૧૩૦૦ કર્મચારીઓએ કાયમી થવાની લાલચમાં બે કરોડ અડસઠ લાખ લૂંટાવ્યા   11/03/2019

 
 
 
 
                                          આજે પણ ગુજરાતના ગામડાઓમાં જ્યારે વીજ પુરવઠો ખોરવાય ત્યારે લોકો વીજ કચેરીઓમાં ફોન કરતા નથી પણ પોતાના ગામમાં ફરજ બજાવતા વીજ હેલ્પરને જ ફોન કરે છે અને આ કર્મચારીઓ જ રીપેરીંગ કામ કરતા હોય છે.જોકે નવાઈની વાત એ છે કે આ કર્મચારીઓને યુજીવીસીએલ પોતાના કર્મચારી ગણતું જ નથી. ગ્રામ પંચાયત મારફત ૯૫૦ રૂપિયાના માનદ વેતનમાં વર્ષોથી ફરજ બજાવતા  આવા ગુજરાતમાં ૧૩૦૦ જેટલા કર્મચારીઓ છે.અને આ કર્મચારીઓનું સંગઠન વીજળી ઘર કર્મચારી મંડળનું કાર્યાલય ઇડર તાલુકાના  સદાતપુરા ગામ ખાતે આવેલું છે.થોડાક સમય અગાઉ આ કર્મચારીઓએ ગુજરાત હાઇકોર્ટના બારણા ખખડાવી તેમનો વર્ગ ચારના કર્મચારી તરીકે સમાવેશ કરવાની માંગણી સાથે પિટિશન દાખલ કરી હતી. જેના પગલે ગુજરાત હાઇકોર્ટે ન્યાયયોગી પંચ દ્વારા ગત ૨૨ મી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ આ કર્મચારીઓનો વર્ગ ચારમાં સમાવેશ કરવા આદેશ કર્યો હતો.  

Tags :