ધાનેરા ગંજ બજારમાંથી જુગાર રમતા ૩ નબીરા ઝડપાયા

 ધાનેરા ગંજ બજારમાંથી જુગાર રમતા ૩ નબીરા ઝડપાયા
 
 
ધાનેરા
ધાનેરા પોલીસે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ધાનેરાના ગંજ બજારમાં આવેલી એક પેઢીના ધાબા પર રેઇડ કરી ૩ નબીરાઓને જુગાર રમતા ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
બનાસકાંઠા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક થરાદ એ.એચ.ચૌધરીના માર્ગદર્શનથી જુગારના કેશો શોધી કાઢવા આજે ખાનગી બાતમીના આધારે ધાનેરા પી.આઈ.આર.કે. પાઠક તથા પોલીસ સ્ટાફના માણસો ધનરાજભાઈ, રાયસંગભાઈ, જશવંતસિંહ સાહિનાઓ દ્વારા ગંજ બજારમાં આવેલી ૨૦ નંબરની પેઢીના ખુલ્લા ધાબા પર રેઇડ કરતા મહેશભાઈ ચંદુભાઈ ચૌહાણ, રવિભાઈ વિષ્ણુભાઈ ઠકકર, પારસભાઈ નરેશભાઈ ઉર્ફે ચંદ્રકાન્ત સોની તમામ રહે ધનેરવાળાઓને જુગારના સાહિત્ય ગંજીપાના, મોબાઈલ સહિત કુલ રૂપિયા ૮૬૨૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે  શ્રાવણીયો જુગાર રમતા શકુનિયોમાં ફફડાટ ફેલાયો હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.