02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Mahesana / મહેસાણા પાલિકાના કારોબારી ચેરમેને પ્રમુખની કારમાં સવારી કરતાં વિવાદ

મહેસાણા પાલિકાના કારોબારી ચેરમેને પ્રમુખની કારમાં સવારી કરતાં વિવાદ   20/12/2018

 
 
                            મહેસાણા પાલિકાના પ્રમુખ રજા ઉપર છે. તેમણે કોઇને ચાર્જ સોંપ્યો નથી છતાં ગત રવિવારે એક ખાનગી કાર્યક્રમમાં કારોબારી ચેરમેન પ્રમુખની કાર લઇને ત્યાં પહોંચી ગયા હતા. આ કાર્યક્રમમાં મહિલા ઉપપ્રમુખની પણ હાજરી હતી. તેઓ તેમની કાર લઇને આવ્યા હતા. 
શહેરમાં ખરાબ રોડથી બચવા પ્રમુખની સરકારી કારનો ઉપયોગ ગત રવિવારે એક ખાનગી કાર્યક્રમમાં નવા કારોબારી ચેરમેને કર્યો હતો. જેમાં ઉપપ્રમુખ પણ ઉપÂસ્થત હતા. 
જાણવા મુજબ પાલિકા પ્રમુખ હાલ રજા ઉપર છે. તેમનું ઓપરેશન હોવાથી ચેન્નાઇ ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પરંતુ ચાર્જ કોઇની પાસે ન હોવાથી વિવાદ થયો છે. 
કારણ કે પ્રમુખ બાદ ઉપપ્રમુખની સત્તા હોય છે. પરંતુ અહીં કારોબારી ચેરમેન સરકારી ગાડીનો ઉપયોગ કરતાં જાવા મળ્યા હતા. આ બાબતે ચીફ ઓફિસરે જણાવેલ કે પ્રમુખની કાર સરકારી ગાડી હોવાથી કોઇપણ વ્યÂક્ત કારનો ઉપયોગ કરી શકે છે તેમાં કોઇ સજાની જાગવાઇ નથી. 

Tags :