ધનસુરા તાલુકાના શાન્તિપુરા કમ્પા ખાતે ગ્રામસભા યોજાઇ

 
 
 અરવલ્લી
ગુજરાત સરકાર દ્વારા જિલ્લા કક્ષાએ ગ્રામ વિસ્તારના લોકોના પ્રશ્નોનું સ્થળ ઉ૫ર અને ઝડપી નિકાલ થાય તે માટે ગ્રામ કક્ષાએ ગ્રામ સભાઓ યોજાય છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના શાન્તિપુરા કમ્પા ખાતે તાજેતરમાં સહાયક માહિતી નિયામકશ્રી, મોડાસાના અધ્યક્ષ સ્થાને ગ્રામસભા યોજાઇ હતી. આ ગ્રામ સભામાં સરપંચ તેમજ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા ત્રણ વર્ષના હિસાબો રજુ કરવામાં આવ્યાં. ગામની ગટર લાઇનનું કામ, જાહેર હિતના વિકાસના કામો, પંચાયતનો ફાળો, મહેનત કરીને સાધનો વસાવવાં, ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતને ફાળો આપવો, સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, શૌચાલયો, ઇન્દીરા આવાસ યોજનાનો લાભ ગ્રામજનોને આ૫વો, ગ્રામ કક્ષાએ તલાટી, પ્રાથમિક શિક્ષકો, આરોગ્ય વર્કરો નિયમિત ગામમાં હાજરી આપે છે. માનવ સુચકમાં શૌચાલય ફરજિયાત છે. ઘન કચરા માટે કલેકશન કરવું. ગ્રામના રસ્તાઓ સાફ કરવા. ગુણોત્સવ,  ખેલ મહાકુંભ, કૃષિ મહોત્સવ, સરકારની વિવિધ યોજનાઓમાં ગ્રામજનો દ્વારા સહયોગ આ૫વામાં આવે છે.  ગુજરાત સરકાર દ્વારા બાળ લગ્નો અટકાવવા માટે તલાટી દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. ૦ થી ૧૮ વર્ષના બાળકની માતા પિતા મૃત્યુ પામે તો સમાજ સુરક્ષા દ્વારા અનાથ બાળકને સહાય પુરી પાડવામાં આવે છે. 
આ ગ્રામસભામાં સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યાં હતાં અને ગામના વિકાસના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શાન્તિપુરા કમ્પા ગ્રામ પંચાયતમાં ઇ-કનેકટીવીટી જોડવા માટે ગ્રામજનોની  ઉગ્ર માંગણી હતી. શાંન્તિપુરા કમ્પામાં ચાર કમ્પાની ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.