છાપી નજીક રીક્ષા અને કાર વચ્ચે અકસ્માત બે ને ઇજા

વડગામ તાલુકાના છાપી નજીક શેરપુરાના પાટિયા પાસે પાલનપુર તરફ જતી ઓટો રીક્ષાને  પાછળથી આવતી એક કાર ચાલકે પુરઝડપે આવી ટક્કર મારતા રીક્ષા પલટી ગઈ હતી. જ્યારે રીક્ષા સવાર બે શખ્સોને ઇજાઓ થતા સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા
પાલનપુર- મહેસાણા હાઇવે ઉપર આવેલ શેરપુરા હાઇવે ઉપર શનિવારની સાંજે એક રીક્ષા સિધ્ધપુરથી પાલનપુર તરફ જઇ રહી હતી. તે દરમિયાન  પાછળથી આવતી પુર ઝડપે આવતી એક કારના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવી આગળ જતી રીક્ષાને ધડાકાભેર ટક્કર મારતા રીક્ષા હાઇવે ઉપર પલટી ગઈ હતી. દરમિયાન રીક્ષા સવાર બે પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચતા બન્ને ઇજા ગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ દ્વારા સારવાર અર્થે પાલનપુરના  એક ખાનગી  ખસેડવામાં આવ્યા હતા. જોકે, રીક્ષા ચાલક ઈલિયાસભાઈ મહંમદહુસેન નાગોરી (રહે. પાલનપુર) નો આબાદ બચાવ થયો હતો. જોકે, અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.