અકસ્માતમાં મોત બાદ ગંભીર બીમારીથી પીડાતા યુવાનને લીવરદાન કરીને આપી નવી જિંદગી

તળાજાના દિહોર ગામના ખેડૂત પરિવારના અને ભાવનગર-તળાજા સહિત ટ્રેક્ટરનો કારોબાર ધરાવતા ભાસ્કર ધાંધલ્યાને ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર થયેલા વાહન અકસ્માત બાદ સારવારઅર્થે અમદાવાદ ખસેડાયા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. અમદાવાદની કેડીલા હોસ્પિટલમાં ભાસ્કરભાઇની સારવાર દરમિયાન સ્થિતિ નાજુક બની જતા તબીબોએ ભાસ્કરના કાકા જિલ્લા ભાજપના પ્રમુખ બટુક ધાંધલ્યાને અંગદાનનું મહત્વ સમજાવી રાજકોટનાં લીવરની ગંભીર બીમારીથી પીડાતા યુવાન માટે લીવરનાં દાનથી તેમને નવજીવન મળે તેમ હોવાનુ જણાવતા ધાંધલ્યા પરિવારે ત્વરીત નિર્ણય લઇ સહમતિ આપતા અતિ દુ:ખદ ક્ષણોમા પણ માનવતાની જ્યોત જલતી રાખીને અંગદાનની પ્રવૃતિને પ્રોત્સાહન આપવાનો સ્તૃત્ય નિર્ણય લીધો હતો. અને યુવાનને જવજીવન મળતા એક જીવન દીપ બુઝાયો હતો.તો બીજો જીવન દીપ રોશન થયો હતો.
 
તળાજામાં યોગેશ્વર ડીઝલ નામે ટ્રેક્ટર સર્વિસ ધરાવતા ભાસ્કરભાઇ ધંધાના કારોબાર અર્થે ત્રણેક દિવસ પહેલા વડોદરા ગયા હતા. અને ત્યાથી પોતાની ફોર વ્હીલ કારમાં પરત ફરતી વખતે ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ પર ગણેશગઢના પાટીયા પાસે હાઇવે પર પડેલ બંધ ટ્રકની પાછળ કાર ઘૂસી જતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર્થે ભાવનગર હોસ્પિટલમા ખસેડાયા હતા. ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
 
તળાજાના વેપારીના મૃત્યુની જાણ થતા દિહોર, તળાજા, દેવગાણા, ભાવનગર સહિત તેઓના સગા-સબંધીઓ અને મિત્ર વર્તુળ તથા વેપારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. દિહોર ગામે યોજાયેલી તેમની અંતિમ વિધિમાં મોટી સંખ્યામાં આગેવાનો, જ્ઞાતીજનો શ્રધ્ધાંજલિ આપવા માટે ઉમટી પડયા હતા. અને તળાજામા પાલીવાલ સમાજના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા. આમ, મૃત્યુ બાદ બીજા જીવને જીવતદાન આપીને પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.
 
 
 
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.