સાબરકાંઠા એસઓજીએ દેશી બનાવટના તમંચા તથા ૯ જીવતા કારતુસ સાથે આરોપીને ઝડપી લીધો

સાબરકાંઠા : સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીક જીલ્લામાં ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અન્વયે  એમ.ડી.ઉપાધ્યાય, પો. ઇન્સ. એ.ઓ.જી. ની સાથે પો.સ.ઇ  એસ.એન પરમાર તથા એ.એસ.આઇ. કૌશિકભાઇ તથા અ.હે.કોન્સ. કાળુભાઇ તથા એ.હે કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા પો.કોન્સ. ચંદુભાઇ તથા પો.કોન્સ. ભાવેશકુમાર તથા પો.કોન્સ. વિક્રમસિંહ  અ.પો.કોન્સ. ધર્મેન્દ્રસિંહ તથા પો.કોન્સ. અપેન્દ્રસિંહ  વિગેરે એસ. ઓ. જી. શાખાના માણસો હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હતા  દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા પ્રાંતિજ થઇ મજરા ત્રણ રસ્તા જઇ પરત પ્રાંતિજ તરફ આવવા યુ ટર્ન લેતાં રોડની સાઇડમાં કેબીનો આગળ એક માણસ પીઠના ભાગે કોલેજીયન થેલ્લો ભરાવી ઉભો હતો જે માણસ પોલીસની ગાડી જોઇ છુપાવાની કોશિષ કરતો હોય તેના ઉપર શક જતાં સરકારી વાહન ઉભુ રખાવી ઉતરી સદર શકમંદ માણસને કોર્ડન કરી પકડી તેની પાસેનો થેલો ચેક કરતાં તેના થેલામાંથી એક દેશી બનાવટનો તમંચો તથા જીવતા કારતુસ નંગ-૦૯ ગે.કા. મળી આવતાં તમંચાની કિંમત રૂપિયા-૫,૦૦૦/- તથા જીવતા કારતુસ નંગ-૯ ની કિંમત રૂપિયા-૪૫૦ મળી કુલ્લે કિંમત રૂપિયા-૫,૪૫૦/- નો મુદ્દામાલ કબજે કરી તેની વિરૂધ્ધમાં પ્રાંતિજ  પો.સ્ટે.ખાતે આર્મ્સ એક્ટ મુજબ કાર્યદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. 

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.