ડીસામાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 ડીસામાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
 
 
ડીસા 
ડીસાના બીકે ગેલેક્સીમાં જુગારધામ ધમધમી રહ્યો હોવાની અંગત બાતમીના આધારે ડીસા ઉત્તર પોલીસ મથકના સ્ટાફે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધેલા હતા. પોલીસે ૩૦૯૫૦ નો મુદ્દામાલ કબજે કરી લીધો હતો.
શ્રાવણ માસના પ્રારંભ સાથે જુગારીઓની જાણે મોસમ ખીલી ઊઠે છે ડીસામાં જુગારીઓ બેફામ બની જુગાર રમતા હોય છે. ત્યારે પોલીસ નાયબ પોલીસ અધિક્ષક ડીસા એસ કે વાઘેલાના દ્વારા જુગારની પ્રવૃતિને નાબૂદ કરવાની સૂચના આપવામાં આવતા ઇન્ચાર્જ પીઆઇ એસ બી શર્મા તથા પી.એસ.આઇ બી.જે. ચાવડા સહિત ઉત્તર પોલીસ મથકના સ્ટાફને અંગત 
બાતમી મળી હતી કે બીકે ગેલેક્સી મા કેટલાક શકુનિઓ દ્વારા જુગાર રમાઇ રહ્યો છે જેના આધારે સ્ટાફ ત્રાટકયો હતો પોલીસને જોઈ જુગારમાં દોડધામ મચી ગઇ હતી ઉત્તર પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટનાસ્થળેથી પાંચ જુગારીઓ ઝડપી લીધા હતા સાથે જુગાર સાહિત્ય રોકડ તથા બે મોબાઇલ મળી ૩૦,૯૫૦ મુદ્દામાલ કબજે કરી લીધો હતો. તમામ શખ્સો વિરુદ્ધ જુગાર કલમ ધારા અન્વયે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.